જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ભારતમાં પણ હાઈડ્રોજન ટ્રેનનું સંચાલન શરૂ થઈ રહ્યું છે. આ શ્રેણીની પ્રથમ ટ્રેનનું ટ્રાયલ જીંદ-સોનીપત રૂટ પર શરૂ થઈ ગયું છે. 1200 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતી આ ટ્રેન એક સમયે 2638 મુસાફરોને લઈ જઈ શકશે. જાણો શા માટે છે આ ટ્રેન ખાસ.
ભારતમાં આખરે હાઈડ્રોજન ટ્રેનની ટ્રાયલ રન શરૂ કરવામાં આવી છે. હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર હાઈડ્રોજન ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેને ધીમે-ધીમે દેશના અન્ય નાના રૂટ પર ચલાવવામાં આવશે. ત્યારે આ હાઈડ્રોજન ટ્રેન શું છે? અન્ય ટ્રેન કરતાં કઈ રીતે તે અલગ છે? તેની શું સ્પીડ હશે? હાઈડ્રોજન ટ્રેનથી ભારતને શું ફાયદો થશે? ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.

ભારતની પહેલી હાઈડ્રોજન ટ્રેન
વરાળથી ચાલતી ટ્રેન, ડીઝલથી ચાલતી ટ્રેન અને વીજળીથી ચાલતી ટ્રેન તેમ જોઈ હશે. આ તમામ ટ્રેનમાં કદાચ તમે મુસાફરી પણ કરી હશે. પરંતુ શું તમે હાઈડ્રોજન ટ્રેન વિશે સાંભળ્યું છે? જર્મનીની કોરાડિયા આઈલિંટ હાઈડ્રોજન ઈંધણ સેલથી ચાલતી દુનિયાની પહેલી પેસેન્જર ટ્રેન છે. તે બિલકુલ ઓછો અવાજ કરે છે અને વાતાવરણમાં વરાળ અને પાણી છોડે છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે, હાઈડ્રોજન ટ્રેન ભારતમાં ક્યારે શરૂ થશે? તો તેનો જવાબ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘણાં સમય પહેલાં જ આપી દીધો હતો.
રેલવે મંત્રીની વાત એકદમ સટીક સાબિત થઈ અને હવે હરિયાણાના જીંદમાં હાઈડ્રોજન ટ્રેનની ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. આ ટ્રાયલમાં સફળતા પછી હવે દેશના નાના રૂટ પર તેને ચલાવવામાં આવશે.
હાઈડ્રોજન ટ્રેન શું છે?
હાઈડ્રોજન ટ્રેન એ હાઈડ્રોજન ફ્યૂઅલ સેલ ટેકલોનોજી પર આધારિત છે. તે ડીઝલ કે ઈલેક્ટ્રિકની જગ્યાએ હાઈડ્રોજન ગેસનો ઉપયોગ કરે છે. હાઈડ્રોજન ગેસ અને ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયાથી વીજળી પેદા થાય છે. આ પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ તરીકે પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. જે તેને પર્યાવરણ માટે સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવે છે. ત્યારે ભારતમાં રેલવેનું લાખો કિલોમીટર લાંબુ નેટવર્ક છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ભારત પણ પરેશાન થઈ રહ્યું છે. તે સ્થિતિમાં હાઈડ્રોજન ટ્રેન એ મોટું વરદાન સાબિત થઈ શકે છે.

હાઈડ્રોજન ટ્રેનથી ભારતને શું ફાયદો થશે
આ ટ્રેનથી પ્રદૂષણને ઘટાડવામાં મોટી સફળતા મળશે. ગ્રીન હાઉસ ઉત્સર્જનને ઘટાડવામાં હાઈડ્રોજન ટ્રેન મદદરૂપ બનશે. ભારત વિદેશી ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડી શકે છે. રેલવેના સંચાલન ખર્ચમાં મોટો ઘટાડો થઈ શકે છે. હાઈડ્રોજન ટ્રેનના કારણે નવા ઉદ્યોગો અને રોજગારની તકો સર્જાશે. આ ટ્રેનની મદદથી રેલવે નેટવર્કને આધુનિક બનાવી શકાશે.
હાલ તો હરિયાણાના જીંદમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. રેલવે મંત્રાલયનું હાઈડ્રોજન ફોર હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ આવી 35 ટ્રેન ચલાવવાની યોજના છે. ત્યારે એ જોવાનું રહેશે કે હાઈડ્રોજન ટ્રેનથી દેશને નવી ઓળખ આપવામાં કેટલી સફળતા મળે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
