હવે મુસાફરી થશે વધુ આરામદાયક ૧૯ માર્ચથી ૧૬ વધારાની ૧૫ ડબ્બાની ટ્રેનો દોડશે: પીક અવર્સમાં મુસાફરી થશે સુખદ; કુલ ૧૫ ડબ્બાની ટ્રેનોની સંખ્યા ૨૨૭ પર પહોંચશે, મુસાફરોની ક્ષમતા વધારવા રેલ્વેનો મોટો નિર્ણય.
મુંબઈના પશ્ચિમ રેલ્વેના મુસાફરો માટે સારા સમાચાર છે. ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ ગુડી પડવાના શુભ મુહૂર્તે પશ્ચિમ રેલ્વે પ્રશાસન ૧૨ ડબ્બાની ૧૬ લોકલ ફેરાઓને ૧૫ ડબ્બામાં રૂપાંતરિત કરવા જઈ રહ્યું છે. આ નિર્ણયથી ખાસ કરીને વિરાર, નાલાસોપારા અને બોરીવલીથી ચર્ચગેટ તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે.આ વધારાની ૧૬ ફેરીઓ સાથે પશ્ચિમ રેલ્વે પર ૧૫ ડબ્બાની કુલ લોકલ ટ્રેનોની સંખ્યા ૨૧૧ થી વધીને ૨૨૭ થઈ જશે.

આ ૧૬ નવી ફેરીઓમાંથી ૮ લોકલ ટ્રેનો પીક અવર્સ (ભીડના સમયે) દરમિયાન દોડશે: સવારે: ચર્ચગેટથી વિરાર અને બોરીવલી વચ્ચે ૪ ફેરા. સાંજે: વિરાર અને બોરીવલીથી ચર્ચગેટ વચ્ચે ૪ ફેરા. બાકીના ૮ ફેરા: દિવસ દરમિયાન ચર્ચગેટ-વિરાર, દાદર-બોરીવલી અને નાલાસોપારા-ચર્ચગેટ માર્ગો પર દોડશે. ICF ચેન્નાઈ દ્વારા તૈયાર કરાયા કોચ આ ૧૫ ડબ્બાની નવી લોકલનું નિર્માણ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા જ આ કોચ વિરાર કારશેડમાં આવ્યા હતા અને તેની સફળ ચકાસણી (ટ્રાયલ) પૂર્ણ થયા બાદ હવે ગુડી પડવાથી તે મુસાફરોની સેવામાં હાજર થશે. આનાથી ટ્રેનની મુસાફર ક્ષમતામાં આશરે ૨૫% જેટલો વધારો થશે.
મધ્ય રેલ્વે પર પણ કામ ચાલુ – પશ્ચિમ રેલ્વેની સાથે મધ્ય રેલ્વે પર પણ ૧૫ ડબ્બાની લોકલ વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. મધ્ય રેલ્વેના ૩૬ સ્ટેશનો પર પ્લેટફોર્મ લંબાવવાનું કામ પ્રગતિમાં છે. પશ્ચિમ રેલ્વે પર પણ વિલે પાર્લે, સાન્તાક્રુઝ, ખાર રોડ અને બાંદ્રા સ્ટેશનો પર પ્લેટફોર્મના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે જેથી ભવિષ્યમાં તમામ ટ્રેનો ૧૫ ડબ્બાની કરી શકાય.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
