ગિરગાવ ચોપાટી પર બ્લૂ બટન જેલિફિશ, સ્ટિંગ રે માછલીઓ હોવાથી ગણપતિના વિસર્જનને ધ્યાનમાં રાખતા મુંબઈ મહાપાલિકા તરફથી માર્ગદર્શક સૂચનાઓ જારી કરવામાં આવી છે. ગણેશોત્સવમાં વિસર્જન માટે ચોપાટી જતા ભાવિકો માટે મહાપાલિકાએ સૂચના જારી કરી છે.
ગયા અઠવાડિયે પડેલા મૂશળધાર વરસાદ અને સમુદ્રથી જમીન તરફ વહેતા પવનના કારણે ગિરગાવ ચોપાટી પર ઝેરી બ્લૂ બોટલ માછલીની અવરજવર વધી છે. દર વર્ષે આ જ સમયગાળામાં મુંબઈના સમુદ્રકિનારાઓ પર બ્લૂ બોટલ જેલિફિશ દેખાય છે. અનેક પર્યટકોને આ માછલીના દંશથી પીડા થવાની ઘટનાઓ બની છે. તેથી મુંબઈ મહાપાલિકા તરફથી મત્સ્યવ્યવસાય વિભાગને પૂછપરછ કરવામાં આવી હતી. એ અનુસાર આ વિભાગે ગણપતિની મૂર્તિના વિસર્જન દરમિયાન મુંબઈ ખાતેના સમુદ્રમાં ઓગસ્ટથી ઓક્ટોબરના સમયગાળામાં બ્લૂ બટન જેલિફિશ, સ્ટિંગ રે પ્રજાતિના માછલીઓની અવરજવર રહે છે અને નાગરિકોને તે દંશ મારી શકે છે. એનાથી બચાવ માટે ઉપાયયોજના કરવી એવી વિનંતી મહાપાલિકાને કરી છે.

મુંબઈની કિનારાપટ્ટી એક સંરક્ષિત કિનારાપટ્ટી હોવાથી અહીં પાણીનો ઝડપી પ્રવાહ નથી. તેથી જેલિફિશ જેવા જળચરો માટે અહીં મબલક પ્રમાણમાં ખાદ્યપદાર્થ તૈયાર થાય છે. તેથી આ સમયગાળામાં બ્લૂ બટન જેલિફિશ જેવા જળચરોનો ઉછેર અને સંવર્ધન થાય છે. એ સાથે બધી કિનારાપટ્ટી પર ઓછા પાણીનો પ્રવાહ અથવા સંરક્ષિતતા હોવાથી આ કિનારાપટ્ટીના રેતીવાળા ક્ષેત્રમાં સ્ટિંગ રે માછલીનો ઉછેર અને સંવર્ધન થાય છે. તેથી મુંબઈગરા અને પર્યટકોએ સમુદ્રકિનારે જતા સમયે મહાપાલિકાએ જાહેર કરેલી સૂચનાઓનું પાલન કરવું એવી હાકલ મુંબઈ મહાપાલિકા પ્રશાસને કરી છે.
ગણપતિની મૂર્તિના વિસર્જન મુંબઈ મહાપાલિકા તરફથી નિમવામાં આવેલા જીવરક્ષક અને યંત્રણા મારફત કરવું. વિસર્જન દરમિયાન ગણેશભક્તોએ ખુલ્લા પગે સમુદ્રમાં ન જવું. પગને માછલીનો દંશ ન થાય એ માટે ગમબૂટનો ઉપયોગ કરવો. માછલીનો દંશ થાય તો ચોપાટી પરિસરમાં તબીબી કક્ષ સજ્જ રાખવામાં આવ્યા છે. તેમ જ એક 108 એમ્બ્યુલન્સ કેટલાક ઠેકાણે તૈનાત રાખવામાં આવી છે.

શું ધ્યાન રાખવું? નાગરિકોએ જાતે પણ તકેદારી રાખવી. સ્ટિંગ રે માછલીએ દંશ આપેલા શરીરના ભાગ પર બળતરા થાય છે. જેલિફિશના દંશના લીધે મોટા પ્રમાણમાં ખંજવાળ થાય છે. જખમને ખોતરવો નહીં એનું ખાસ ધ્યાન રાખવું. દંશ મારેલા ભાગના જખમને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. જખમવાળા ભાગ પર બરફ લગાડવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
