પુલો પર લાઉડસ્પીકરનો ઉપયોગ અથવા કોઈપણ પ્રકારના નાચગાન કરવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુંબઈમાં સતત છઠ્ઠા વર્ષે મુંબઈ મહાનગર પાલિકાએ ગણેશોત્સવમાં શોભાયાત્રા અને વિસર્જન દરમિયાન માળખાકીય રીતે અસુરક્ષિત ૧૨ પુલો પર ભીડ નહીં કરવા ચેતવણી આપી છે. મોટાભાગે રેલ્વે લાઇનો પર સ્થિત, આ પુલો ભારે વજન સહન કરવા માટે સંવેદનશીલ ગણાય છે. આ પુલો પર લાઉડસ્પીકરનો ઉપયોગ અથવા કોઈપણ પ્રકારના નાચગાન કરવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ વર્ષે ૨૭ ઓગસ્ટથી છ સપ્ટેમ્બર દરમિયાન ઉજવવામાં આવનાર ૧૦ દિવસના ગણેશોત્સવ માટે મુંબઈગરા તૈયાર થઈ ગયા છે. પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટ મુજબ કરી રોડ સ્ટેશન બ્રિજ, સાને ગુરુજી માર્ગ (આર્થર રોડ) પરનો પુલ, ચિંચપોકલી રેલ્વે સ્ટેશન બ્રિજ, ભાયખલા ખાતે પી.એસ. માંડલિક બ્રિજ એકી વખતમાં કુલ ૧૬ ટનથી વધુ ભાર સહન કરવા સક્ષમ નથી જેમાં ભક્તો, રાહદારીઓ સહિત અન્ય વાહનોનો સમાવેશ થાય છે.

આ પુલોને ૨૦૧૯ની સાલથી અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા હોવા છતાં અને ભીડ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, કોઈ સુધારો થયો નથી. સુધરાઈની સલાહમાં આ પુલો પર લાઉડસ્પીકરનો ઉપયોગ, નાચવા અથવા ગાવા પર સખત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુધરાઇના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પુલ સંપૂર્ણપણે જર્જરિત નથી, છતાં નાગરિકોને સાવચેતી તરીકે તેમના પર ભેગા થવાનું ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે.
અધિકારીના જણાવ્યાં મુજબ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરઘસો દરમિયાન પોલીસ તૈનાત કરવામાં આવશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા આ પુલો સુધરાઈનેસોંપવામાં આવ્યા પછી, વીરમાતા જીજાબાઈ ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટને તેમનું નિરીક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મોટા અને નાના સમારકામ માટે તેમની ભલામણના આધારે, જરૂરી જાળવણી કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જોકે પાલિકા અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે અસુરક્ષિત પુલોનું સમારકામ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે.

આ રહ્યા અસુરક્ષિત પુલો
મધ્ય રેલ્વે પર રેલ ઓવર બ્રિજ (ROB): ઘાટકોપર, કરી રોડ, આર્થર રોડ, ચિંચપોકલી, ભાયખલા. સેન્ડહર્સ્ટ રોડ (ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ વચ્ચે)
પશ્ચિમ રેલ્વે પર
મરીન લાઇન્સ, ફ્રેન્ચ બ્રિજ (ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ વચ્ચે), કેનેડી બ્રિજ (ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ વચ્ચે), ફોકલેન્ડ (ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે), મહાલક્ષ્મી સ્ટેશન, પ્રભાદેવી-કેરોલ અને દાદર ખાતે લોકમાન્ય તિલક રેલ્વે ઓવર બ્રિજ

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
