મુલુંડ (વે)માં ઘાટીપાડા સહકારી ગૃહનિર્માણ સંસ્થામાં ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત ઝૂંપડાઓ તોડી પાડવાની કાર્યવાહી દરમ્યાન ઝૂંપડપટ્ટીના ૫૦ થી ૬૦ લોકોએ ઉગ્ર વિરોધ કરીને કાર્યવાહી અટકાવી હોવાની ફરિયાદ સહાયક મહેસૂલ અધિકારી ગોપાલ શંકરરાવે મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ૨૫૪ ઝૂંપડીઓમાંથી ૧૩ ઝૂંપડીઓ તોડી પડાઈ હતી.
ઉપજિલ્લાધિકારી, પૂર્વ ઉપનગર ઝૂંપડપટ્ટી પુ.પ્રા.ના કાર્યાલયના અધિકારીઓ તથા કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સવારે ઝૂંપડીઓ તોડી પાડવાનો ઓર્ડર લઈને ગયા હતા. જો કે ઝૂંપડપટ્ટીના ૫૦ થી ૬૦ મહિલાઓ તથા પુરૂષોએ અધિકારીઓ તથા મજૂરોને અંદર જતાં રોકી બૂમાબૂમ, ગાળાગાળી કરીને તેમના પર હુમલો કર્યો હતો તેમજ ધમકી આપી હતી.

પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કરતાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. અધિકારીઓએ તેમને ડેવલપરે પાત્ર ઝૂંપડપટ્ટી ધારકો માટે બે વર્ષનું ભાડું અને કરારનામા તૈયાર રાખ્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ ચેક સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને આઠ લોકોની અટકાયત કરીને પ૦-૬૦ જણાંના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
