મુલુંડ રેલવે-સ્ટેશન પરના પ્લૅટફૉર્મ-નંબર ૩ અને ૪ની વચ્ચે એક છોકરીની વાતે થયેલા વિવાદમાં સ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો એટલો ગંભીર બન્યો કે તેઓ રેલવેના ટ્રેક પર ઊતરીને મારામારી કરવા લાગ્યા હતા. આ વિવાદ એક યુવતીને લઈને શરૂ થયો હતો જે બાદમાં વધી જઈને હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો. આ ઘટના સમયે પ્લૅટફૉર્મ પર હાજર મુસાફરોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ આ ઘટનાનો વિડિયો ઝડપથી વાઇરલ થયો હતો.
मुलुंड स्टेशन पर एक खौफ़नाक ड्रामा: एक लड़की को लेकर रेलवे ट्रैक पर दो युवकों के बीच हुई मारामारी… देखिए वीडियो… https://www.facebook.com/share/r/1De1ruzy3F

વિડિયોમાં શરૂઆતમાં બન્ને વિદ્યાર્થીઓ વચ્ચે પ્લૅટફૉર્મ પર બોલાચાલી થતી જોવા મળી હતી. થોડા જ સમયમાં બન્ને એકબીજાનો કૉલર પકડીને મારામારી કરવા માંડ્યા હતા. ઝઘડા દરમ્યાન એક વિદ્યાર્થીનું સંતુલન બગડતાં તે રેલવે-ટ્રેક પર પડી ગયો હતો એટલે બીજો વિદ્યાર્થી પણ ટ્રેક પર ઊતર્યો હતો બન્ને વચ્ચે ટ્રેક પર જ મારામારી ચાલી હતી. ઘટના સમયે અમુક મુસાફરો હિંમત કરીને ટ્રેક પર ઊતર્યા હતા અને બન્નેને છોડાવ્યા હતા. આ ઘટના સમયે સ્ટેશન પર GRP અથવા RPFના અધિકારી હાજર નહોતા એટલે પરિસ્થિતિ વધુ ગંભીર બની હોવાનો દાવો વિડિયોમાં કરવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
