મુંબઈના ધારાવી વિસ્તારમાં ૨૪ માર્ચે રાત્રે નિસર્ગ ઉદ્યાન પાસે એક જોરદાર એલપીજી વિસ્ફોટની ઘટના બની હતી. આ વિસ્ફોટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં આગની ભીષણ જ્વાળાઓ અને ધુમાડો જોઈ શકાય છે. જેને જોઈને લોકો ચોંકી ગયા હતા. હવે આ ઘટનાની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન નો પાર્કિંગ ઝોનમાં ગેરકાયદે રીતે પાર્કિંગ ટેક્સ વસૂલવામાં આવતો હોવાનું અને આ ગેરકાયદે ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું છે.

ઘટનાના દિવસે સાયન-ધારાવી રોડ પર નો પાર્કિંગ વિસ્તારમાં ટ્રક અને ટેમ્પો ડબલ પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યા હતા. આ વાહનોમાં વિસ્ફોટક અને જ્વલનશીલ ગેસ સિલિન્ડરો લોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય વાહનો પણ તે જ જગ્યાએ પાર્ક કરવામાં આવ્યા હતા જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વિસ્ફોટ જેવી ગંભીર ઘટના બની હતી. કાર અને ટ્રક ચાલકો પાસેથી તેમના વાહનો ગેરકાયદે પાર્ક કરવા દેવા માટે પૈસા લેવાયા હતા. આ બેદરકારીના કારણે ગેસ વિસ્ફોટ થયો.
ધારાવી વિસ્તારમાં સોમવારે રાતે એલપીજી સિલિન્ડર ભરેલી ટ્રકમાં લાગેલી આગ પ્રકરણે ધારાવી પોલીસે આઠથી વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ પ્રકરણે સિલિન્ડર સપ્લાય કરનાર નિનાદ કેળકર, મેનેજર નાગેશ નવલે, રેશનિંગ દુકાનના માલિક અનિલકુમાર ગુપ્તા તથા આ સ્થળે વાહનચાલકોને ગેરકાયદે પાર્કિંગ કરવા માટે જગ્યા આપનારા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
