રાજસ્થાને મુંબઈ ઈન્ડિયન્સને 27 રનથી હરાવ્યું હતું. વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરી અને નિર્ધારિત 11 ઓવરમાં 150 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 27 રનથી હરાવ્યું હતું. વરસાદથી પ્રભાવિત મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરી અને નિર્ધારિત 11 ઓવરમાં 150 રન બનાવ્યા હતા. વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ ફક્ત 123 રન જ બનાવી શક્યું હતું. વરસાદને કારણે મેચમાં ઓવરની સંખ્યા ઘટાડીને 11 કરવામાં આવી હતી. 77 રન બનાવનારા યશસ્વી જયસ્વાલે રાજસ્થાનની જીતમાં સૌથી મોટો ફાળો આપ્યો હતો.
A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏
— IndianPremierLeague (@IPL) April 7, 2026
Scorecard ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/lLoKuuOZV4
ટોસ હાર્યા બાદ રાજસ્થાન પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતું. આ નિર્ણય મુંબઈ માટે એટલો ખરાબ રહ્યો કે વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે બોલરોને ધોઈ નાખ્યા હતા. જયસ્વાલે 32 બોલમાં 77 રન બનાવ્યા હતા જ્યારે બીજી તરફ સૂર્યવંશીએ 14 બોલમાં 39 રન બનાવીને રાજસ્થાનને 150 રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી.

રાજસ્થાને જીતની હેટ્રિક લગાવી.
IPL 2026માં રાજસ્થાન રોયલ્સની આ સતત ત્રીજી જીત છે. 151 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે 46 રનથી પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ ફક્ત પાંચ રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવ આ વખતે ફક્ત છ રન બનાવી શક્યો હતો. તિલક વર્માએ સારી શરૂઆત કરી હતી પરંતુ તે પણ 14 રન બનાવીને આઉટ થયો હતો. બીમારીને કારણે છેલ્લી મેચમાં ન રમનાર કેપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી થઈ હતી. પંડ્યા વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેણે ફક્ત નવ રન કર્યા હતા.
નમન ધીર અને શેરફાન રધરફોર્ડે થોડા સમય માટે આશાઓ જગાવી હતી. નમન 13 બોલમાં 25 રન બનાવ્યા અને રધરફોર્ડે 8 બોલમાં 25 રન બનાવ્યા હતા. પરંતુ તેઓ જીત સુનિશ્ચિત કરી શક્યા નહીં. બેટિંગ કરવા ઉતરેલા મુંબઈના 10 ખેલાડીઓમાંથી ફક્ત ત્રણ જ બે આંકડા સુધી પહોંચી શક્યા હતા.

રાજસ્થાન રોયલ્સ હવે છ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. MI સામેની મેચમાં સંદીપ શર્મા, નાંદ્રે બર્ગર અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી, જ્યારે તુષાર દેશપાંડે અને જોફ્રા આર્ચરે પણ એક-એક વિકેટ લીધી હતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
