મુલુંડમાં જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ત્રણ જણને ગંભીર જખમી કરવામાં આવ્યા હોવાની ઘટના બનતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીમાંથી એક એનસીપીના નેતાનો સગો હોવાનું સામે આવતાં આ ઘટનાને રાજકીય વળાંક મળે એવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ ઘટના રવિવારની બપોરે રાહદારીઓની ભીડ વચ્ચે આ ઘટના બની હતી. ઘટનાને પગલે લોકોમાં ઘણી દહેશત ફેલાઈ ગઈ હતી. આ ભયાનક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

જૂની અદાવતને પગલે આ હુમલો કરાયો હોવાનું કહેવાય છે. બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા, જેમાં ત્રણ જણ ઘવાયા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
વિડીયો જોવા લીંક પર ક્લિક કરો https://www.facebook.com/share/r/1C3gYfLLAK
પકડાયેલા આરોપીઓમાં સુલતાન મલિક અને મહીપાલ સિંહનો સમાવેશ થાય છે. બન્નેને કોર્ટે બુધવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપી સુલતાન મલિક એનસીપીના અજિત પવાર જૂથના નેતાનો સગો હોવાનું કહેવાય છે. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
