
રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા તથા સ્વચ્છ બનાવવાના ભાગરૂપે રેલવે સ્ટેશનના પરિસરમાં સાફસફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેમાંય વળી રાઉન્ડ ધ ક્લોક સફાઈ હાથ ધરવા માટે મોટા ટર્મિનસ ખાતે જમ્બો ક્લિનિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ મંગળવારે સીએસએમટીમાં ફલોર ક્લિનિંગ મશીન પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર પડવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો.
મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે મંગળવારે મોટી હોનારત ટળી ગઈ હતી. સાત નંબરના પ્લેટફોર્મ પર બેટરી ઓપરેટડ ક્લિનિંગ મશીન રેલવે ટ્રેક પર પડયું હતું, પરંતુ એ જ વખતે ટ્રેક પરની ટ્રેનના મોટરમેનની નજર જતા ઈમર્જન્સી બ્રેક મારી હતી, પરિણામે મોટી હોનારત ટળી ગઈ હતી.

આ બનાવ બન્યા પછી રેલવે ટ્રેક પરથી મશીનને હટાવવામાં થોડો સમય લાગ્યો હતો, પરિણામે લોકલ ટ્રેન પણ પ્લેટફોર્મની બહાર રહી હતી. સાત નંબર પર બનેલી આ ઘટનામાં મોટરમેનની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી. આ બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ પ્રવાસીઓની સુરક્ષા અંગે અનેક સવાલો કર્યા હતા.
સીએસએમટીમાં ફ્લોર ક્લિનિંગ મશીન રેલવે ટ્રેક પર અચાનક પડ્યું હતું. બપોરના ૧૧.૩૩ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. લગભગ પાંચથી દસ મિનિટ માટે લોકલ ટ્રેનને રોકવાની નોબત આવી હતી, પરંતુ એમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
