ઘાટકોપર-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર રમાબાઈ બ્રિજ નીચે લાગેલી આગમાં ઑટોરિક્ષા સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. પંતનગર પોલીસ-સ્ટેશનના અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘બપોરે એક વાગ્યાની આસપાસ અમને આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. તાત્કાલિક ઘટનાની જાણ સ્થાનિક ફાયર-વિભાગને કરવામાં આવી હતી. આગને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને આસપાસના વિસ્તારમાં ભારે ધુમાડો જોવા મળ્યો હતો. બ્રિજની નીચે પાર્ક કરવામાં આવેલી ઓટોરિક્ષાઓમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને થોડી જ મિનિટોમાં તમામ વાહનો આગની લપેટમાં આવી ગયાં હતાં. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે આગ એટલી ભયંકર હતી કે ઊંચે સુધી ધુમાડાના ગોટા ઊડતા જોવા મળ્યા હતા.
घाटकोपर ईस्ट के गारोडिया नगर में लगभग 8 ऑटो रिक्शा में आग लग गई, देखिए वीडियो… https://www.facebook.com/share/r/18f8AeLZuu

આગને કારણે નજીકના માર્ગો પર ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને રાહદારીઓ તથા સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.’ ફાયર-અધિકારીઓના પ્રાથમિક અનુમાન મુજબ બ્રિજ નીચે પડેલા કચરાના ઢગલામાંથી આગ ભભૂકી હોઈ શકે છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી અને તપાસ ચાલુ છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી પરંતુ ઘણા ઓટોરિક્ષા ના માલિકોએ ભારે આર્થિક નુકસાન થયું છે

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
