લાખો નિયમિત પ્રવાસીઓની લાઈફલાઈન લોકલ સેવાની કાયાપલટ થવાની છે. ટૂંક સમયમાં ઉપનગરીય રેલવે માર્ગ પર અત્યાધુનિક વંદે મેટ્રો એસી લોકલ આવશે. મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન લિમિટેડે વિવિધ વિશિષ્ટતાવાળી અત્યાધુનિક 238 રેક માટે સ્પર્ધાત્મક ટેંડર પ્રક્રિયા શરૂ કરી છે.
એમયુટીપી તબક્કો 3 અને 3એ અંતર્ગત અત્યાધુનિક રેકના 2 હજાર 856 ડબ્બા પ્રવાસીઓની સેવામાં દાખલ કરવામાં આવશે. પ્રકલ્પમાં આગળના 35 વર્ષ માટે નવી લોકલની દેખભાળના મુદ્દાનો ઉકેલ આવ્યો છે. વંદે મેટ્રોનો લૂક આકર્ષક પદ્ધતિથી ડીઝાઈન કરવામાં આવ્યો છે. ઈંટર-કાર ગેંગવેવાળા વોક-થ્રુ એક્સટેન્સનના લીધે પ્રવાસીઓની ગિરદીનું સારી રીતે વ્યવસ્થાપન થશે.

ટ્રેનમાં ઊભા રહેવા ઘણી જગ્યા તેમ જ એર્ગોનોમિક મોડ્યુલર કુશનવાળી સીટમાં દિવ્યાંગ વ્યક્તિ અને વ્હીલચેર વાપરનારાઓ માટે વિશેષ જગ્યા છે. એ સાથે જ મોટી બારીઓના લીધે પ્રવાસીઓ રેલવે સ્ટેશન અને બહારનો પરિસર સહેલાઈથી જોઈ શકશે.
લોકલસેવાની કાયાપલટ કરવા એમઆરવીસીએ નવી રેક ઉપલબ્ધ કરવાની પ્રક્રિયાને ઝડપી કરી છે. એ અનુસાર કરારની મંજૂરી પછી આગામી અઢી વર્ષમાં પ્રથમ પ્રોટોટાઈપ ટ્રેન દાખલ થશે. તમામ 238 ટ્રેન મુંબઈમાં દાખલ થવા માટે ચારથી છ વર્ષનો સમય લાગી શકે છે એવી માહિતી એમઆરવીસીના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
12, 15, 18 ડબ્બાની રેકનો સમાવેશ મેક ઈન ઈંડિયા ઉપક્રમ અંતર્ગત લોકલ પ્રવાસનું આધુનિકીકરણ કરવામાં આવશે. આ મહત્વકાંક્ષી પ્રકલ્પમાં ગિરદીના નિયોજન માટે 12, 15 અને 18 ડબ્બાની રેકનો સમાવેશ હશે. કર્જત ખાતેના ભિવપુરી (મધ્ય રેલવે) અને પાલઘર ખાતેના વાણગાવ (પશ્ચિમ રેલવે)માં બે નવા મેગા મેઈનટેનન્સ ડેપો ઊભા કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
