મુલુંડ વેસ્ટમાં ગાડીનો કાચ તોડીને કિંમતી સામાનની થઈ ચોરી થઈ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. કાંજુરમાર્ગ (વે)માં રૂનવાલ ફોરેસ્ટ ટાવરમાં રહેતાં આદિત્ય શાહ ૨૫ નવેમ્બરના તેમની પ્રેગનન્ટ વાઈફ સાથે મેટર્નિટી ફોટોશૂટ કરાવવા મુલુન્ડમાં ગણેશ ગાવડે રોડ સ્થિત ફોટો સ્ટુડિયોમાં તેમની કારમાં લગભગ સાંજે ૫ વાગ્યાની આસપાસ આવ્યા હતા.
ફોટોશૂટ પૂરું થઈ ગયા બાદ તેઓ મુલુન્ડ (વે)માં વાલજી લધા રોડ સ્થિત હોટલમાંથી જમવાનું પાર્સલ લેવા ગયા હતા અને પાર્સલ લઈને આવ્યા બાદ આદિત્યને તેની કારની ડાબી બાજુનો કાચ તૂટેલો જણાયો હતો અને કારમાંથી એક મોંઘી સ્યુટકેસ તથા તેમાં રાખેલા રૂા.પ૦૦૦ની રોકડ ચોરાઈ ગઈ હોવાનું માલુમ પડતાં આદિત્યએ તાબડતોબ અજાણ્યા ચોરટા વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં રૂા.૮૯૦૦ની માલમત્તા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
