પરિવહન ક્ષેત્રે પરિવર્તન લાવનારા ઉત્તન-વિરાર સીલિન્ક (યુવીએસએલ) પ્રકલ્પના પ્રથમ તબક્કાના કામને એમએમઆરડીએએ ઝડપી કર્યું છે. પ્રાદેશિક આર્થિક ક્ષમતાનો વિકાસ, પરિવહન સુધારો અને જીવનધોરણ ઉંચું કરવું એ આ પ્રકલ્પના ત્રણ મુખ્ય ઉદ્દેશ છે જેના પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ મહત્વકાંક્ષી પ્રકલ્પના કારણે ઉત્તર મુંબઈ મહાનગર ક્ષેત્રને સર્વાંગી લાભ થશે. વાહનોમાંથી નીકળતું કાર્બન ઉત્સર્જન ઓછું કરવું અને પર્યાવરણસ્નેહી બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરવાનો આ પ્રકલ્પનો ઉદ્દેશ છે. ઉપમુખ્યમંત્રી અને એમએમઆરડીએ અધ્યક્ષ એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ થયેલી બેઠકમાં વિગતવાર કયાસ લીધા બાદ ઉત્તન-વિરાર સુધારેલ તબક્કા-1ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. શરૂઆતમાં એમએસઆરડીસીના અખત્યાર હેઠળ આ પ્રકલ્પની સંલ્કપના રજૂ કરવામાં આવી હતી. જો કે ઓક્ટોબર 2022માં થયેલી બેઠકમાં આ પ્રકલ્પ એમએમઆરડીએને હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો.

એ પછી ફેબ્રુઆરી 2024માં બે અમલબજાવણી યોગ્ય તબક્કામાં પ્રકલ્પની રચના કરવામાં આવી. ઉત્તન-વિરાર તબક્કા-1ની અમલબજાવણી માટે તરત મંજૂરી આપવામાં આવી અને વિરાર-પાલઘર તબક્કા-2નો અત્યારે વ્યવહારિકતા અભ્યાસ ચાલુ છે.
ઉત્તર-વિરાર સીલિન્ક પ્રકલ્પની અનેક વિશેષતાઓ છે. આ પ્રકલ્પના માધ્યમથી મુંબઈ મહાનગર પ્રદેશમાં આઠ લેનવાળી ઝડપી ઉત્તર-દક્ષિણ કડી નિર્માણ થશે. આ સીલિન્કને સીધા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે સાથે જોડવામાં આવશે. નિયંત્રિત હાઈવે (એક્સેસ કન્ટ્રોલ) તરીકે આ કોરિડોર કાર્યરત રહેશે અને શહેર અંતર્ગત પ્રવાસ સહેલો થશે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, એસ.વી.રોડ અને લિન્ક રોડ જેવા મુખ્ય રસ્તાઓ પરનો તાણ ઓછો થતા યુવીએસએલના કારણે ટ્રાફિકજામની સમસ્યા દૂર થશે. એના લીધે પ્રવાસનો સમય ઓછો થશે, રસ્તા અકસ્માત ઘટશે અને ધ્વની તથી વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થઈને નાગરિકોના જીવનધોરણમાં સુધારો થશે.
આર્થિક એકાત્મિકરણ, પ્રવેશ સુલભતા : આ સીલિન્કના કારણે અવરજવર સહેલી થશે. નિવાસી, વેપારી અને ઔદ્યોગિક ભાગ સુધી વાહનવ્યવહાર વધુ સહેલો થવામાં મદદ થશે. તેમ જ આ સીલિન્ક મહત્વના લોજિસ્ટિક કેન્દ્રોને જોડીને મહારાષ્ટ્ર અને પડોશના રાજ્યોમાં આર્થિક એકત્રીકરણ (વિવિધ ભાગના ઉદ્યોગ, બજાર અને કામકાજને એકબીજા સાથે જોડીને આર્થિક વ્યવહાર તથા વિકાસની ઝડપ વધારવી) વધુ મજબૂત થશે. માલસામાનની હેરફેર અને નાગરિકોની અવરજવર વધુ સહેલી થશે. આ પ્રકલ્પના કારણે મોટા પ્રમાણમાં રોકાણ થાય એવી અપેક્ષા છે. એના લીધે ઔદ્યોગિક કલસ્ટર અને કમર્શિયલ સેંટર વિકસિત થશે અને પ્રાદેશિક આર્થિક વિકાસને સંતુલિત અને શાશ્વત ઉત્તેજન મળશે.

અનેક ક્ષેત્રે લાભ : આ પ્રકલ્પના બાંધકામ અને પછીના તબક્કામાં મોટા પ્રમાણમાં રોજગારની સીધી અને પરોક્ષ તક નિર્માણ થશે. એના લીધે સ્થાનિક નાગરિકોની આવક વધશે, આર્થિક સ્વાતંત્ર્ય વધશે. સુધારેલ જોડાણ અને આધુનિક પાયાભૂત સુવિધાના કારણે આ ભાગમાં રિયલ એસ્ટેટની કિંમત વધશે એવી અપેક્ષા છે. એના લીધે નવા પ્રકલ્પોને ઉત્તેજન મળશે અને સ્થાનિક પ્રશાસન સંસ્થાની આવકમાં પણ વધારો થશે. એમ્બ્યુલન્સ, અગ્નિશમન દળ અને આપત્તિ વ્યવસ્થાપન જેવી આપત્કાલીન સેવા ઝડપી પ્રતિસાદ આપી શકશે. એના લીધે સાર્વજનિક સુરક્ષા માટેની યંત્રણા વધુ અસરકારક બનશે. યુવીએસએલના કારણે સમુદ્રકિનારાના કુદરતી સૌંદર્યવાળા ભાગ સુધી પહોંચવું સહેલુ થશે. તેથી પર્યટનને ઉત્તેજન મળશે. સાંસ્કૃતિક તેમ જ આર્થિક લેવડદેવડમાં પણ વધારો થશે.
પ્રકલ્પની ટેકનિકલ વિગત : ઉત્તન-વિરાર સીલિન્ક તબક્કા-1ની કુલ લંબાઈ (સીલિન્ક અને લિન્ક રોડ સહિત) 55.12 કિલોમીટર છે. એમાં ચાર લિન્ક રોડનો સમાવેશ છે. ઉત્તનથી વિરાર સીલિન્ક 24.35 કિમી, ઉત્તન લિન્ક રોડ 9.32 કિમી, વસઈ લિન્ક રોડ 2.5 કિમી અને વિરાર લિન્ક રોડ 18.95 કિમી લાંબા છે. આ પરિવર્તનકારી મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ ઉત્તર-દક્ષિણને જોડતી મહત્ત્વની કડી બની રહેશે

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
