ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીથી દૂર રાખવા માટે તેમ જ તેમના વાંચનમાં ખાડો ન પડે, વિદ્યાર્થીઓ પણ વાંચન પર ભાર મૂકે એ માટે મહાપાલિકા પ્રશાસને યુક્તિ લડાવી છે. મહાપાલિકાના શિક્ષણ વિભાગે ચાલો વાંચીયે, રજાઓની લાયબ્રેરી નામનો નોખો ઉપક્રમ હાથમાં લીધો છે. દરેક પ્રશાસકીય વોર્ડની સેંટ્રલ સ્કૂલ ઈમારતમાં લાયબ્રેરી શરૂ કરવામાં આવશે. આગામી 2 મેથી 12 જૂન સુધી ઉનાળાની રજાઓના સમયમાં દરેક વોર્ડમાં એક પ્રમાણે કુલ 25 લાયબ્રેરી શરૂ કરવામાં આવશે. મહાપાલિકા અને ખાનગી સ્કૂલના છઠ્ઠાથી દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે આ લાયબ્રેરી ખુલ્લી રાખવામાં આવશે.
સ્કૂલના વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે રસ નિર્માણ થાય એ માટે મહાપાલિકા તરફથી સમયાંતરે વિવિધ ઉપાયયોજના અને ઉપક્રમ અમલમાં મૂકવામાં આવે છે. એ જ પ્રમાણે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી, અતિરિક્ત મહાપાલિકા આયુક્ત ડો. અમિત સૈની, ઉપાયુક્ત ડો. પ્રાચી જાંભેકરના આદેશ અનુસર લાયબ્રેરીનો ઉપક્રમ શરૂ કરવામાં આવશે. ઉનાળાની અને દિવાળીની રજાઓના સમયમાં મોટા ભાગના વિદ્યાર્થીઓના વાંચનમાં ખાડા થાય છે. રજાઓના સમયમાં મોબાઈલ, ટીવી જેવા મનોરંજનના સાધનો તરફ વિદ્યાર્થીઓનો ઝૂકાવ વધે છે. આ સમસ્યાને ધ્યાનમાં લેતા મહાપાલિકાની સ્કૂલોમાં છઠ્ઠાથી દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે ચાલો વાચીયે, રજાઓની લાયબ્રેરી જેવો નોખો ઉપક્રમ શરૂ કરવામાં આવશે. દરરોજ સવારે 10 થી બપોરે 1 અને સાંજે 4 થી 6ના સમયમાં વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી ખુલ્લી રાખવામાં આવશે.

મહાપાલિકાના કાર્યક્ષેત્રના દરેક વોર્ડની એક સેંટ્રલ સ્કૂલમાં આગામી 2 મેથી લાયબ્રેરી શરૂ કરવામાં આવશે. આ લાયબ્રેરીમાં મોટી સંખ્યામાં પુસ્તકો વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આ લાયબ્રેરીનો લાભ મહાપાલિકાના છઠ્ઠાથી દસમા ધોરણના વિદ્યાર્થીઓ સહિત ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે. લાયબ્રેરીમાં છોકરા અને છોકરીઓ માટે સ્વતંત્ર ક્લાસ તેમ જ સ્વતંત્ર સ્વચ્છતાગૃહ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. લાયબ્રેરીની સંપૂર્ણ વ્યવસ્થા માટે બિનસરકારી સંસ્થાઓનો સહકાર્ય લેવામાં આવશે. આ ઉપક્રમ માટે સંપૂર્ણ મહાપાલિકા ક્ષેત્રમાં જનજાગૃતિ તથા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.
વોર્ડ મુજબ લાયબ્રેરીની યાદી : એ વોર્ડમાં લોર્ડ હેરિસ મહાપાલિકા સ્કૂલ, બી વોર્ડમાં જનાબાઈ અને માધવરાવ રોકડે મહાપાલિકા સ્કૂલ, સી વોર્ડમાં નિઝામપુરા મહાપાલિકા સ્કૂલ, ડી વોર્ડમાં ગિલ્ડરલેન મહાપાલિકા સ્કૂલ અને બાળારામ માર્ગ મહાપાલિકા સ્કૂલ, ઈ વોર્ડમાં ન્યૂ ભાયખલા પૂર્વ મહાપાલિકા પાટણવાલા માર્ગ, એફ-દક્ષિણ વોર્ડમાં પરેલ ભોઈવાડા મહાપાલિકા સ્કૂલ, એફ-ઉત્તર વોર્ડમાં કોરબા મીઠાગર મહાપાલિકા સ્કૂલ, જી-દક્ષિણ વોર્ડમાં ડો. બાબાસાહેબ આંબેડકર મહાપાલિકા સ્કૂલ, જી-ઉત્તર વોર્ડમાં દાદર વૂલન મિલ મહાપાલિકા સ્કૂલ, એચ-પૂર્વ વોર્ડમાં શાસ્ત્રીનગર મહાપાલિકા ઉર્દૂ સ્કૂલ, એચ-પશ્ચિમ વોર્ડમાં હસનાબાદ મહાપાલિકા સ્કૂલ, કે-પૂર્વ વોર્ડમાં નિત્યાનંદ માર્ગ મહાપાલિકા સ્કૂલ, કે-પશ્ચિમ વોર્ડમાં વિલેપાર્લે પશ્ચિમ મહાપાલિકા સ્કૂલ, પી-દક્ષિણ વોર્ડમાં ઉન્નતનગર મહાપાલિકા સ્કૂલ.

પી-ઉત્તર વોર્ડમાં રાણી સતી માર્ગ મરાઠી મહાપાલિકા સ્કૂલ, આર-દક્ષિણ વોર્ડમાં આકુર્લી મહાપાલિકા મરાઠી સ્કૂલ નં.1, આર-મધ્ય વોર્ડમાં પોઈસર મહાપાલિકા હિંદી સ્કૂલ નં. 3, આર-ઉત્તર વોર્ડમાં ભરુચા રોડ મહાપાલિકા સ્કૂલ, એલ વોર્ડમાં નહેરુનગર મહાપાલિકા સ્કૂલ, એમ-પૂર્વ વોર્ડમાં શિવાજીનગર મહાપાલિકા સ્કૂલ નં.2, એમ-પૂર્વ 2વોર્ડમાં ગોવંડી સ્ટેશન મહાપાલિકા સ્કૂલ નં. 2, એચ-પશ્ચિમ વોર્ડમાં તિલકનગર મહાપાલિકા સ્કૂલ, એન વોર્ડમાં માણેકલાલ મહેતા મહાપાલિકા સ્કૂલ, એસ વોર્ડમાં મ.વિ.રા. શિંદે માર્ગ મહાપાલિકા હિંદી સ્કૂલ, ટી વોર્ડમાં ગોશાળા માર્ગ મહાપાલિકા સ્કૂલ.
દરેક લાયબ્રેરીના બેનર પરનો ક્યૂઆર કોડ સ્કેન કર્યા પછી સંપૂર્ણ મુંબઈના 25 વોર્ડમાં રજાઓમાં શરૂ કરવામાં આવનારી લાયબ્રેરીની માહિતી ગૂગલ મેપ સહિત ઉપલબ્ધ થશે. મુંબઈના તમામ વિદ્યાર્થીઓએ આ નોખા ઉપક્રમમાં સહભાગી થવું એવી હાકલ શિક્ષણાધિકારી (માધ્યમિક) સુજાતા ખરેએ કરી છે. લાયબ્રેરીમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ પાસે ઓળખપત્ર, આધારકાર્ડ અને વાલીનો સંમતિપત્ર હોવું ફરજિયાત છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
