
રાજ્યમાં આગામી ત્રણ-ચાર મહિનામાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. શહેરી વિકાસ વિભાગે વોર્ડ રચના માટે આદેશો જારી કર્યા છે. આ આદેશ પછી, શિવસેના ઠાકરે જૂથે મુંબઈ મહાપાલિકા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
પાર્ટીએ 12 ઉપનેતાઓને વિધાનસભા મુજબ જવાબદારીઓ ફાળવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત હજુ સુધી થઈ નથી, પરંતુ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષે ચૂંટણી મેદાનમાં ઊતરવાની તૈયારી શરૂ કરી દીધી છે. માતોશ્રી ખાતે યોજાયેલી બેઠકમાં, ઠાકરે જૂથે ઉપનેતાઓને વિધાનસભા અનુસાર જવાબદારીઓ ફાળવી છે.

પક્ષે આ ઉપનેતાઓને મતવિસ્તારોમાં જઈને સમીક્ષા બેઠકો કરવા, ભૂતપૂર્વ નગરસેવકો- સેવિકાઓ, શાખા પ્રમુખો અને અન્ય પદાધિકારીઓ સાથે ચર્ચા કરવા સૂચના આપી છે.ઉપનેતાઓમાં અમોલ કીર્તિકરને દહિસર, બોરીવલી, માગાથાણેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ જ રીતે ઉદ્ધવ કદમ – ચારકોપ, કાંદિવલી, મલાડ પશ્ચિમ, વિલાસ પોતનીસ – દિંડોશી, ગોરેગાંવ, જોગેશ્વરી પૂર્વ, વિશ્વાસરાવ નેરુરકર – વર્સોવા, અંધેરી ઈસ્ટ, અંધેરી વેસ્ટ, રવીન્દ્ર મિર્લેકર – વિલે પાર્લે, બાંદરા પૂર્વ, બાંદરા પશ્ચિમ, ગુરુનાથ ખોત – ચાંદિવલી, કાલીના, કુર્લા, નીતિન નાંદગાવકર – વિક્રોલી, ભાંડુપ, મુલુંડ, સુબોધ આચાર્ય – ઘાટકોપર પૂર્વ, ઘાટકોપર પશ્ચિમ, શિવાજીનગર – માનખુર્દ, મનોજ જામસુતકર – અનુશક્તિ નગર, ચેમ્બુર, સાયન કોલીવાડા, અરુણ દુધવાડકર – ધારાવી, માહિમ, વડાલા, અશોક ધાત્રક – વરલી, દાદર, શિવરી અને સચિન આહિર – મલબાર હિલ, કોલાબા, મુંબાદેવીન સમાવેશ થાય છે.

