મુલુંડમાં એલ.બી.એસ. માર્ગ પર ફાયરબ્રિગેડ સ્ટેશન નજીકના મેટ્રો લાઈનના બ્રિજનો સ્લેબ તુટવાની ઘટના ૧૨.૨૦ કલાકે ઘટતા તુરંત ઘટના સ્થળે પહોંચેલા મુલુંડના વિધાનસભ્ય મિહીર કોટેચાએ ઘટના સ્થળે વિવિધ ન્યુઝ ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, આ ઘટના એમએમઆરડીની બેદરકારી અને નિષ્કાળજીપણાનો વરવો નમુનો છે.
આમદાર મિહીર કોટેચાએ પત્રકારોને જણાવ્યું કે, બે મહિના તેમણે અગાઉ એમએમઆરડીએના ચેરમેન મુખરજીને વડાલાથી કાસારવડવલી સુધીના મેટ્રો ચારના પ્રોજેક્ટમાં બ્રીજ પર અનેક જગ્યાએ ક્ષતિ હોવાના પાઠ પુરાવા આપ્યા હતા તેમજ તેના ફોટા વિધાનસભામાં પણ રજૂ કર્યા.

આમ છતાં એમએમઆરડીએ ના અધિકારીઓએ કોઈપણ પ્રકારની કાળજી લીધી ન હતી. બ્રીજનો જે ભાગ તુટી પડયો તે આગલા દિવસે રાત્રે એન્જીન્યરના સુપરવીઝન વગર એક બીનકુશળ કામદારે કોઈપણ પ્રકારની કાળજી લીધા વગર બેસાડી દીધો હતો અને આ દુર્ઘટના સર્જાવા પામી હતી. આમદાર મિહીર કોટેચાએ આ સંબંધી રાજયના મુખ્યપ્રધાન ફડનવીસે એમએમઆરડી અધિકારીઓ પર સદોષ મનુષ્ય વધનો ગુન્હો દાખલ કરવા અને ભોગ બનેલાઓને યોગ્ય વળતર માટે રજૂઆત કરી છે. આમદાર મિહીર કોટેચા ઉપરાંત ઘટના સ્થળ પર આ વિસ્તારની નગરસેવિકા દિપીક ધાગ અને હેતલ ગાલા(મોર્વેકર) પણ તુરંત પહોંચી ગયા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
