એ.પી.એમ.સી. (એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી) કાયદા અંતર્ગત રાષ્ટ્રીય બજાર સમિતિની જોગવાઈ કરવાની માગણી સહિત વેપારીઓના લાંબા સમયથી વણઉકેલાયેલા રહેલા પ્રશ્નો તરફ સરકારનું ધ્યાન ખેંચવાના આશયથી મહારાષ્ટ્રભરના વેપારીઓ શુક્રવારે એક દિવસનો બંધ પાળશે. એમ ગ્રોમાના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતિ તરફથી એક દિવસના લાક્ષણિક બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધમાં નવી મુંબઈની પાંચ હોલસેલ બજારોના વેપારીઓ જોડાશે અને એક દિવસ ધંધો બંધ રાખશે.

મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતિના જણાવ્યા પ્રમાણે એપીએમસી કાયદા હેઠળ રાષ્ટ્રીય બજાર સમિતિની તસુદ કરવાની, વેપારીઓની લાંબા સમયથી પ્રલંબિત માગણીઓનો ઉકેલ લાવવાની તેમજ એફ.એસ.એસ.એ.આઈ. કાયદાને લીધે વેપારીઓને ત્રાસ થતો હોવાથી તેમાં સુધારણા કરવા સહિતની માગણીઓના ટેકામાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
