ઘાટકોપર-વર્સોવા વચ્ચે દોડતી મેટ્રોમાં AC બંધ હોવાથી ભડકેલા પ્રવાસીઓએ AC રિપેર ન થાય ત્યાં સુધી મેટ્રો રોકી રાખવાનો પ્રયત્ન કર્યો હતો.
અગાઉ પણ મુસાફરોએ મેટ્રોના પ્રવાસ દરમ્યાન AC બંધ હોવાની ફરિયાદ કરી હતી. પીક અવર્સમાં મેટ્રોમાં ખૂબ જ ભીડ હોય છે. એ સમયે અચાનક AC બંધ થવાથી મુસાફરોને રીતસરની ગૂંગળામણ અનુભવાય છે. તેથી મુસાફરોએ મેટ્રોના દરવાજા બંધ ન થવા દઈને મેટ્રો રોકી હતી. મેટ્રો સ્ટેશન પર સિક્યોરિટી ગાર્ડ સાથે દરવાજા બંધ કરવા માટે ઝપાઝપી થવા છતાં અમુક મુસાફરોએ જ્યાં સુધી કૂલિંગ સિસ્ટમ શરૂ ન થાય ત્યાં સુધી મેટ્રો ઊપડવા નહીં દે એવું કહીને મેટ્રો-સર્વિસ સામે નારાજગી દર્શાવી હતી.

બે દિવસ પહેલાં વાઈરલ થયેલો આ વિડિયો જોઈને અનેક મુસાફરોએ તેમના અનુભવો શેર કરીને મેટ્રો પ્રશાસનને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા કમેન્ટ કરી હતી. જોકે મેટ્રો તરફથી આ મામલે કોઈ કમેન્ટ આવી નહોતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
