ખાર દાંડામાં ૩૩ વર્ષીય યુવાને જીવન ટૂંકાવ્યું, પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો દાખલ; પરિવાર પાસે શારીરિક હિંસાના વીડિયો પુરાવા હોવાનો દાવો.
મુંબઈના ખાર વિસ્તારમાં પત્નીના કથિત ત્રાસ અને માનસિક ઉત્પીડનથી કંટાળીને એક યુવાને આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે વહુ દ્વારા સતત કરવામાં આવતી શારીરિક અને માનસિક હિંસાને કારણે પુત્રએ આ આત્યંતિક પગલું ભર્યું છે. ખાર પોલીસે ૫૫ વર્ષીય માતાની ફરિયાદના આધારે એફઆઈઆર (FIR) નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પંખે લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ અને પુત્ર બાથરૂમમાં પુરાયેલો ઘટનાના દિવસે જ્યારે પરિવારના સભ્યો ઘરે પહોંચ્યા ત્યારે રૂમ બહારથી બંધ હતો. અંદર તપાસ કરતા ૩૩ વર્ષીય યુવાન પંખે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક ભાભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, જ્યારે રૂમની તપાસ કરવામાં આવી ત્યારે મૃતકનો ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાં પુરાયેલી હાલતમાં મળી આવ્યો હતો, જે જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
૨૦૧૮માં થયા હતા લગ્ન, બાંદ્રા કોર્ટમાં કેસ પેન્ડિંગ મૃતક અને તેની પત્નીના લગ્ન વર્ષ ૨૦૧૮માં થયા હતા, પરંતુ લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે તકરાર શરૂ થઈ હતી. બંને વચ્ચે ઘરેલું હિંસાનો કેસ અગાઉથી જ બાંદ્રા કોર્ટમાં પેન્ડિંગ છે. પત્ની છેલ્લા કેટલાક વર્ષોથી અલગ રહેતી હતી અને તાજેતરમાં જ પરત આવી હતી. ફરિયાદ મુજબ, આત્મહત્યાના થોડા સમય પહેલા જ બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને પત્નીએ પતિ સાથે મારપીટ પણ કરી હોવાનો આક્ષેપ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
