ઉનાળામાં એવું કયું શાક ખાવું જે પચવામાં હળવું હોય અને જેને ખાવાથી શરીરને લાભ પણ થાય એવો વિચાર તમને આવતો હોય તો તમને જણાવીએ ટીંડોળા વિશે. ટીંડોળાનું શાક ઉનાળામાં ખાવા માટે બેસ્ટ વિકલ્પ છે.
ટીંડોળાનું શાક તમે પણ ખાધું હશે. આ શાક વધારે લોકોને ભાવે એવું નથી હોતું પરંતુ ઉનાળામાં આ શાક ખાવું શરીર માટે વરદાન સાબિત થઈ શકે છે. ગરમીની ઋતુ શરુ થઈ એટલે આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. ઉનાળામાં જો શાકમાં તમે ટીંડોળાનો સમાવેશ કરો છો તો તેનાથી શરીરને લાભ થાય છે. ટીંડોળામાં રહેલા પોષકતત્વો શરીરની ઘણી સમસ્યા દુર કરવામાં મદદ કરી શકે છે.
ટીંડોળાના પોષકતત્વો

ટીંડોળામાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. ટીંડોળામાં એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે હેલ્થ માટે લાભકારી છે. ઉનાળામાં જો તમે ડાયટમાં ટીંડોળાનો સમાવેશ કરો છો તો તેનાથી કેવા લાભ થાય છે ચાલો જાણીએ.
ઉનાળામાં ટીંડોળા ખાવાથી થતા લાભ
વજન ઓછું થશે
વજન વધી જવું આજની સમયની ગંભીર અને સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે. વજન ઓછું કરવા માટે ટીંડોળા ઉપયોગી માનવામાં આવે છે. ટીંડોળામાં સારા પ્રમાણમાં ફાઈબર હોય છે. ભોજનમાં નિયમિત રીતે ટીંડોળા ખાવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
પાચન તંત્ર સ્વસ્થ રહેશે
ટીંડોળાનું શાક ફાઈબરથી ભરપુર હોય છે. ટીંડોળા પાચન તંત્ર માટે લાભકારી માનવામાં આવે છે. ટીંડોળાનું સેવન કરવાથી પાચન તંત્ર સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તેનાથી કબજિયાત, ગેસ, પેટનો દુખાવો જેવી સમસ્યાથી રાહત મળી શકે છે.

હાર્ટને હેલ્ધી રાખશે
ટીંડોળા પોટેશિયમથી ભરપુર હોય છે. તેનાથી હાર્ટ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત રાખે છે. ટીંડોળા એવા લોકો માટે પણ લાભકારી છે જેમને હાઈ બીપીની સમસ્યા રહેતી હોય.
ડાયાબિટીસમાં ફાયદો કરશે
ડાયાબિટીસની બીમારીમાં ટીંડોળાનું સેવન કરવાથી લાભ થાય છે. ટીંડોળામાં એવા તત્વ હોય છે જે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસમાં બ્લડ શુગર મેનેજ કરવા માટે ટીંડોળાનું શાક ખાવું જોઈએ.
ટીંડોળા સિવાય ઉનાળામાં કયા શાક ખાવા ?
ઉનાળાના સમયમાં હેલ્ધી રહેવા માટે ટીંડોળા સિવાય અન્ય શાક પણ ખાઈ શકાય છે. અન્ય શાકમાં દૂધી, તુરિયા, પરવળ સહિતના શાકનો ઉપયોગ કરી શકાય છે. આવા શાકની તાસીર ઠંડી હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. આવા શાક ઉનાળામાં ખાવાથી પાચન સારી રીતે થાય છે અને શરીરને પોષણ પણ મળે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
