શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન–વડગાદી) દ્વારા ત્રિવેણી સંગમ સમાન ભવ્યાતિ ભવ્ય ધાર્મિક આયોજન યોજાયું જે મુંબઈ મહાજનના ખંતીલા અને રચનાત્મક વિચારધારાવાળા સેવક-પ્રમુખ નીતિનભાઈ ગોદાવરીબેન ગંગારામ ઠક્કર-પાંધીના સંપૂર્ણ માર્ગદર્શન, નેતૃત્વ તેમજ તેમની રાહબર હેઠળ સમસ્ત કચ્છી લોહાણા જ્ઞાતિજનો માટે તા. ૨૯ માર્ચ રવિવારે સવારે ૮.૩૦ કલાકે મુલુંડ માટે કહો કે સંપૂર્ણ મુંબઈ કહોકે સમસ્ત સમાજ માટે કહો, એક સાથે ત્રણ ત્રણ કાર્યક્રમો (ત્રિવેણી સંગમ)ની વણજાર લઈને આવ્યું. જેમાં પહેલું “સમૂહ યજ્ઞોપવિત (જનોઈ) સમારંભ” ઐતિહાસિક ભવ્યને દિવ્ય આયોજન જે સમાજ અને જ્ઞાતિમાં પ્રથમ વખત ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય એવું સફળ આયોજન મુલુંડના ડમ્પિંગ રોડ સ્થિત ગોલ્ડન સેલિબ્રેશન હોલ ખાતે મોટી માનવ મેદની વચ્ચે યોજાયો, જેમાં ૩૫ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરીને ચાર કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂજા જેની પુર્ણાહુતી બપોરે ૨ વાગ્યે થઈ. પૂજા વિધિ પ.પૂ.શાસ્ત્રી કિરણ મહારાજ જોશી (રવાપર)-વિશાલ મહારાજ જોશી (મુલુંડ)ના સંયુક્ત સંચાલન દ્વારા સંપૂર્ણ થયેલ. પૂજામાં આશરે ૧૫૦૦થી પણ વધારે જ્ઞાતિજનોએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો.




ત્રિવેણી સંગમના પહેલા સત્રના સમૂહ યજ્ઞોપવિત (જનોઈ) કાર્યક્રમમાં પરમ પૂજનીય વંદનીય શ્રી આનંદ સ્વામી સરસ્વતીજીની ખાસ હાજરી હતી અને આ કાર્યક્રમને આશીર્વાદ અને માર્ગદર્શનમાં પણ મુખ્ય ભૂમિકા હતી, તેમના આર્શિવાદ અને એમના દ્વારા રઘુવીર ફાઉન્ડેશન પરિવાર અને મુંબઈ મહાજનના સેવક-પ્રમુખને અપાયેલ માર્ગદર્શન થકી અને નિતીન પાંધીના લીધેલા સંકલ્પને સાકાર કરવા સ્વામીજીના આર્શિવાદ આ કાર્યક્રમને ભવ્યતા અને દિવ્યતા સાથે સફળતા મળી એમ નિતીન પાંધીએ જણાવ્યું હતું. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે જ્ઞાતિ શ્રેષ્ઠિશ્રીઓમાં શ્રી જયેશભાઈ પુરૂષોત્તમ ગણાત્રા, શ્રી કમલેશભાઈ મામોટિયા (ઠક્કર), શ્રી કિરણભાઈ મામોટિયા (ઠક્કર)નું આ આયોજન અને સંપર્કસુત્ર તરીકે ખૂબજ મહત્વની ભૂમિકા રહી હતી. અને એક માર્ગદર્શક તરીકે તેઓ સતત સાથે રહ્યા હતા.


યજ્ઞોપવિત સંસ્કાર સમારંભમાં બટુકોના સગા સંબંધીઓ, પરિવારો, સમાજ અગ્રણીઓ, તેમજ વિધ વિધ મહાજનો અને સંસ્થાઓના હોદેદારો, ટ્રસ્ટીઓ, તેમજ જ્ઞાતિજનો આ ઐતિહાસિક આયોજનમાં હાજર રહીને પોતાને ધન્ય અને ભાગ્યશાળી માન્યા કે આ સમારંભને પોતાની જીવનની અત્યાર સુધીની “ના ભૂતો ના ભવિષ્યતિ” કહી શકાય એમ કહીને ઉદઘોષિત કર્યો. હાજર રહેલ સમસ્ત જ્ઞાતિજનો એ મહાપ્રસાદનો લહાવો લીધો.










આ આયોજન દરમ્યાન મહાજનના આમંત્રણને માન આપી ગાયત્રી ઉપાસક અને જ્ઞાતિ એવા શ્રી રોહિતભાઈ જાની દ્વારા યજ્ઞોપવીત અને ગાયત્રમી મંત્રનો મહિમા શ્રી રમણીકભાઈ આથા અને તેમના ધર્મપત્ની શ્રીમતી ઉષાબેન આથા પણ ઉપસ્થિત હતા. ત્યાર બાદ બીજા તબક્કામાં ઠીક બપોરે ૪:૩૦ કલાકે “હર્ષ મહારાજ જોશી” દ્વારા અનોખી શૈલી અને સંગીતમય “સત્યનારાયણ કથા” નો પ્રારંભ થયો જેમાં પણ દરેક જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, હોદેદારો, ટ્રસ્ટીઓ તેમજ અસંખ્ય જ્ઞાતિજનો એ તુલસીપત્ર અર્પણ કરીને પૂજા વિધિ-આરતી કરીને અનોખી કથાનો લ્હાવો લીધો,









કથા દરમ્યાન મહાજનનો ત્રીજો કાર્યક્રમ “કન્યા પૂજન” સેવક-પ્રમુખ નીતિભાઈની ઉદઘોષણા સાથે શરૂ થયો જેમાં ૧૪૪ કન્યાઓ (ગોયણી) તથા ૧૮ બટુકોને તિલક અને ચરણ પૂજન કર્યા બાદ સૌ કન્યાઓનું ભવ્ય અને દિવ્ય મહાઆરતીનું દ્રશ્ય સૌ ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કરી ભાવ વિભોર કરી દીધા. હર્ષ મહારાજના મધુર, અદભૂત અને અકલ્પનીય સ્વરમુદ્રા અને શૈલીમાં લોકો મગ્ન થઈ ઝૂમી ઊઠયા અને તલ્લીન થઈ ભક્તિ સંગીતનો ભરપૂર લહાવો લઈ ધન્યતાને પ્રાપ્ત કર્યાનો અનુભવ લીધો અને એને પોત પોતાના શબ્દોમાં આયોજન બદ્દલ તેના ધગશશીલ અને વર્ણવી મહાજનના આવા અદ્ભૂત નવકલ્પનાથી ભરપૂર વિચારસરણી વાળા સેવક પ્રમુખ નીતિન પાંધીને વ્યાસપીઠે પણ આશીર્વાદ આપી બિરદાવ્યા હતા.









પૂજા અર્ચના અને મહાઆરતી થયા બાદ મહાજન તરફથી દરેક નિયાણીઓ અને બટુકોને મહાજન તરફથી સુંદર ઉપયોગી ગિફ્ટ-કીટ અપાઈ તેમજ પધારેલ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ તરફથી વિવિધ ગિફ્ટો અને રોકડ રકમ પણ અપાઈ. ત્યાર બાદ સમૂહઆરતી જે હર્ષ મારાજના લયબદ્ધ સ્વરોમાં ધૂન સાથે થઈ. રાત્રે ૯.૩૦ વાગ્યે હાજર રહેલ ૧૨૦૦ કરતા વધારે લોકોએ રાત્રે પણ મહાપ્રસાદનો લાભ લઈને મહાજનના આવા ત્રિવેણી સંગમ રૂપી ત્રણ સમારોહની જ્ઞાતિગંગામાં ડૂબકી લગાવીને પોતે આવા કાર્યક્રમમાં હાજરી આપીને મહાજનના કર્મનિષ્ઠ અને સેવાભાવી સેવક પ્રમુખ અને તેની સંપૂર્ણ ટીમને ધન્યવાદ આપ્યા. સંપૂર્ણ ત્રિવેણી સંગમ કાર્યક્રમના પ્રમુખ સૂત્રધાર નીતિનભાઈ પાંધી, તેમજ સમસ્ત ટ્રસ્ટીગણ, ધાર્મિક સમિતિના કન્વીનરો, કારોબારી હોદ્દેદારો, સભ્યો તેમજ સ્વયંસેવકો હતા, જેમના વગર આ શક્ય ન થઈ શક્યું હોત. એવું સેવક-પ્રમુખ નિતીન પાંધીએ વિશેષમાં ઉમેર્યું હતું.


















Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
