રાજ્યમાં દિવસે દિવસ વધતા તાપમાનના કારણે લૂના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનામાં લૂના કારણે ત્રણ જણના મૃત્યુ થયા છે. આ ત્રણેય મૃત્યુ નાગપુરમાં થયા છે. એ જ પ્રમાણે છેલ્લા બે મહિનામાં લૂના 101 દર્દીઓની નોંધ થઈ છે. એમાં પણ માર્ચની સરખામણીએ એપ્રિલમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ છે. માર્ચ મહિનામાં લૂના 30 દર્દીઓ તો એપ્રિલમાં 71 દર્દીઓની નોંધ કરવામાં આવી છે. રાજ્યના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયશને પાર પહોંચ્યું છે. વધતા તાપમાનના કારણે નાગરિકોને અતિસાર, ઉલટી, માથાનો દુખાવો, ડીહાઈડ્રેશન, ત્વચારોગ જેવી બીમારીઓથી હેરાનગતિ ભોગવવી પડી રહી છે. નાગરિકોમાં આરોગ્યની સમસ્યા નિર્માણ થવા સાથે જ વધતા તાપમાનના કારણે લૂનો ત્રાસ પણ સહન કરવો પડે છે. છેલ્લા બે મહિનામાં રાજ્યમાં લૂના 101 દર્દીઓ મળ્યા છે. એમાં માર્ચમાં 30 દર્દીઓની નોંધ થઈ તો એપ્રિલમાં આ આંકડો બમણાથી વધુ એટલે કે 71 દર્દીનો થયો છે.

નાગપુરમાં લૂના દર્દીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. માર્ચમાં નાગપુરમાં લૂના દર્દીઓની સંખ્યા 3 હતી તો એપ્રિલમાં 10 દર્દીઓની નોંધ સાથે 3 દર્દીના મૃત્યુની નોંધ પણ થઈ છે. રાજ્યમાં એપ્રિલમાં લૂના સૌથી વધુ દર્દીઓની નોંધ યવતમાળમાં થઈ છે. ત્યાં 17 દર્દીઓ મળ્યા છે. માર્ચમાં યવતમાળમાં લૂનો એક પણ દર્દી નહોતો. એ પછીના ક્રમે એપ્રિલમાં બુલઢાણામાં 8 દર્દીઓ તો નાગપુરમાં 7 દર્દીઓની નોંધ થઈ છે. વધતી ગરમીના કારણે નાગરિકોને લૂનો ત્રાસ થઈ રહ્યો છે. તેથી નાગરિકોએ બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન ઘરથી બહાર નીકળવું નહીં. તેમ જ ઘરથી બહાર નીકળતા સમયે માથા પર ટોપી, ગોગલ્સનો ઉપયોગ કરવો તેમ જ પાણીની બાટલી સાથે રાખવી એવી સલાહ આરોગ્ય સેવા વિભાગના સહસંચાલક ડો. કૈલાસ બાવિસ્કરે આપી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
