મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લોનાવાલા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં આઈઆઈટી બોમ્બેના ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. મૃતકોની ઓળખ ઓમકુમાર બોરસે (23, નાશિક), લેય (20, નાગપુર) અને શ્રેયાંશ શર્મા (22, જયપુર) તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય વિદ્યાર્થી તેમના મિત્રો સાથે વહેલી સવારે લગભગ બુધવારે 5 વાગ્યે પવઈ સ્થિત આઈઆઈટી બોમ્બે કેમ્પસમાંથી ખંડાલા તરફ સનરાઈઝ નિહાળવા માટે નીકળ્યા હતા.
સનરાઈઝનો આનંદ માણ્યા બાદ તેઓ કારમાં મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ત્રણેય વિદ્યાર્થીઓએ ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ઘટના જોનાર કોઈ પ્રત્યક્ષદર્શી ન હોવાથી ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં પોલીસ ટેકનિકલ તેમજ ફોરેન્સિક પુરાવાના આધારે તપાસ કરી રહી છે. દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટમાં ખોપોલી એક્ઝિટ નજીક એક ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતનું મુખ્ય કારણ કન્ટેનરની બ્રેક ફેલ થવું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, પુણેથી મુંબઈ તરફ જતાં કન્ટેનરની બ્રેક ઢાળ પર અચાનક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને આગળ જતી ઈનોવા કાર સાથે જોરદાર ટક્કર મારી. આ અથડામણ પછી ઇનોવા કાર સિમેન્ટ બલ્કર અને કન્ટેનર વચ્ચે ફસાઈ ગઈ, જેના કારણે કારમાં સવાર ત્રણેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા.
મૃતકોમાં અંબાદાસ પેટારે, શ્રીકાંત જાધવ અને પ્રમોદ પવારનો સમાવેશ થાય છે. આ અકસ્માત દરમિયાન ટાટા ટિયાગો અને ટાટા પંચ જેવી અન્ય કારો પણ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં કન્ટેનર ડ્રાઈવર સહિત સ્વપ્નિલ ભુજબળ, નવનાથ ભુજબળ, અક્ષય ગાયકવાડ અને ભાનુદાસ ગાયકવાડ સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
