મહારાષ્ટ્રની રાજનીતિ હાલમાં ત્રણ હાઇ-પ્રોફાઈલ કેસોને લઈને આરોપ અને પ્રત્યારોપનો દોર ચાલુ છે, તેની સાથે આ ત્રણેય ઘટનામાં કાનૂની પરિસ્થિતિ તેમની સવલત મુજબ ચાલી રહી છે, કારણ કે આ તમામ કેસમાં રાજકીય નેતાઓની સંડોવણી છે.
આ કેસમાં અશોક ખરાત કેસ, દિશા સાલિયન કેસ અને અજિત પવાર વિમાન દુર્ઘટનામાં આકસ્મિક મોતની સાથે જોડાયેલા મુદ્દાઓ રાજ્યની રાજકીય દિશાને અસર કરી રહ્યા છે.અશોક ખરાત કેસમાં એક એસઆઈટી ટીમ જાહેર થયેલી છે, તાજેતરમાં થયેલા ખુલાસાઓને કારણે વિરોધ પક્ષે સત્તાધારી સરકાર પર ગંભીર આરોપો મૂક્યા છે. તપાસની પ્રક્રિયા અને પોલીસની ભૂમિકા અંગે સવાલો ઊઠતાં રાજકીય માહોલ તંગ બન્યો છે. વિરોધીઓનો આક્ષેપ છે કે કેસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યારે સરકાર આ આરોપોને નકારી રહી છે, અને નિષ્પક્ષ તપાસનો વિશ્વાસ અપાવી રહી છે.

બીજી તરફ, દિશા સાલિયનના મૃત્યુ કેસમાં વિધાનસભામાં ઉઠેલા સવાલો બાદ એક એસઆઈટીની ટીમ રચવામાં આવી હતી, પરંતુ આ મામલામાં ફરીથી રાજકીય રંગ પકડી લીધો છે. આ મામલો અગાઉ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો, પરંતુ તાજેતરમાં કેટલાક નવા દાવાઓ અને માગણીઓથી ફરી ચર્ચામાં આવ્યો છે. આ કેસ હાલમાં હાઈ કોર્ટમાં વિચારાધીન છે, આવા સમાન કેસમાં મુંબઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગંભીર કેસમાં એફઆઈઆર દાખલ કરવી જરૂરી છે, પરંતુ આ પ્રકરણમાં પણ કેટલાક હાઈ પ્રાફોઈલ નામની સંડોવણી હોવાની વાત ફરિયાદીએ કરી છે. એથી આ મામલો હાલમાં ધીમી ગતિએ ચાલુ છે. આ કેસમાં રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ જોવા મળ્યા છે. કેટલાક નેતાઓ આ કેસને રાજકીય લાભાલાભ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરે છે.
ઉપરાંત, અજિત પવારના બારામતી એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનાનો મામલો હજુ ગરમ છે. આ મામલે વિવિધ સ્તરે તપાસ એજન્સી તપાસ કરી રહી છે, પરંતુ આ પ્રકરણમાં રાજકીય નેતાઓ દ્વારા દાદાના મોત પર વાંરવાર શંકાઓ અને સવાલો ઉઠાવી આ કેસને રાજકીય રીતે વધુ જટિલ બનાવી રહી છે. આ કારણે રાજકીય વર્તુળોમાં રાજકીય ભૂમિકા, પક્ષાંતર અને સરકારમાં સ્થાન અંગે સતત ચર્ચાઓ થઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં આંતરિક મતભેદો અને ગઠબંધન રાજનીતિના સમીકરણો રાજ્યના રાજકીય પરિસ્થિતિને અસર કરી રહ્યા છે. જેને કારણે તમામ પક્ષો સતર્ક બન્યા છે.

આ ત્રણેય કેસોમાં એક મહત્ત્વની બાબત એ છે કે, તેમાં અનેક રાજકીય નેતાઓનાં નામો સંકળાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેના કારણે આરોપ-પ્રત્યારોપનો માહોલ વધુ ગરમાયો છે અને રાજકીય વિવાદો ઉગ્ર બન્યા છે. સાથે સાથે, આ તમામ મામલાઓમાં કાનૂની પ્રક્રિયા પણ ચાલુ છે, અને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ બધા વચ્ચે હાલમાં, સત્ય સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે અને આખરે તાર્કિક નિષ્કર્ષ ક્યારે સામે આવશે તે એક મોટો પ્રશ્ન છે. રાજ્યની જનતા તેમજ રાજકીય વર્તુળોમાં આ મુદ્દા અંગે ભારે ઉત્સુકતા છે. આવનારા સમયમાં આ કેસોની દિશા અને પરિણામ મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
