કાંદિવલી જૈન સંઘોના ઈતિહાસમાં વિક્રમજનક રહી શકાય તેવી રથયાત્રા રવિવારે શ્રી દહાણુકરવાડી જૈન સંઘથી શરૂ થઈ હતી, જેમાં કાંદિવલીના અઢાર જૈન સંઘોનાં હજારો શ્રાવક- શ્રાવિકાઓ અને શતાધિક પૂજ્ય સાધુ- સાધ્વીજી ભગવંતો જોડાયાં હતાં.
આ રથયાત્રા શ્રી શાંતિનાથ ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દામોદર વાડી ખાતે માંગલિક પ્રવચન સાથે સંપન્ન થઈ હતી, જ્યાં સામૂહિક ભોજન સાધર્મિક ભક્તિની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉપરાંત અન્ય પાંચ સંઘોમાં પણ સાધર્મિક ભક્તિ- ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.પંચોતેરથી એંશી જેટલા ફ્લોટ્સ સાથે બે કિમી લાંબી આ રથયાત્રા પર્યુષણ પછી જૈનોના સામૂહિક કર્તવ્યરૂપે ઊજવવામાં આવી હતી, જેમાં અઢારે જૈન સંઘોની આ વિક્રમી રથયાત્રામાં પૂ. આ. ભગવંતો, પદસ્થો અને તપસ્વી પૂ. સાધુ- સાધ્વીજી ભગવંતો અલગ અલગ સંઘોમાંથી જોડાયાં હતાં.

ભૂતપૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી, ધારાસભ્ય યોગેશ સાગર, અતુલ ભાતખળકર પણ જોડાયા હતા, એમ શ્રી વર્ધમાન પરિવારના ટ્રસ્ટીઅને જૈન આગેવાન અતુલકુમાર વ્રજલાલ શાહે જણાવ્યું હતું.વિન્ટેજ કાર, ઓપન જીપ વિન્ટેજ કાર, ઓપન જીપમાં શ્રેષ્ઠવર્યો, સુશ્રાવકો, તપસ્વીઓ, વિવિધ જૈન બેન્ડ, સરકસની અવનવી રચનાઓ, ત્રીસેક પાઠશાળાના બાળકો પરંપરાગત વેશભૂષામાં અને સશક્ત જૈન સંઘથી સશક્ત રાષ્ટ્રને દર્શાવતી અનેક રચનાઓ અને હૈયુ દબાય તેવી ભીડને ત્રણ જગ્યાએ પુષ્પવર્ષાથી વધાવવામાં આવી હતી.
વિવિધ જૈન સંઘોના ચાંદીના રથમાં પરમાત્મા અને શ્રી મહાવીર સ્વામી પ્રભુનું પારણું લઈ ભાવિકો આ રથયાત્રામાં જોડાયા હતા. વિવિધ વેશભૂષામાં તેમ જ ટોય ટ્રેનમાં બાળકો અને તપસ્વી બાળકોનાં દર્શન આકર્ષણરૂપ હતાં.
અંતમાં પૂજ્ય ગુરુ ભગવંતોના પ્રવચન થયાં હતાં કે હવે ગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધાનું આ એક પ્રતીક હતું અને આ એકતાને કારણે સમગ્ર સમાજમાં અહિંસા પરમો ધર્મનો એક વિશેષ સંદેશ પ્રસારિત થયો હતો. આ સમયે કાંદિવલી વેસ્ટથી ધવલ વોરા, અવંતી એપાર્ટમેન્ટવાળા મનીષભાઈ શાહ વગેરે પણ હાજર હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
