મુલુંડ (વે)માં મહાવિતરણના યોગી હિલ સબસ્ટેશનની બહાર રાખેલા ડ્રમ કેબલમાંથી હાઈપ્રેશર પાઈપનો રૂા.૬૦ હજારની કિંમતનો ૭૦ મીટર કેબલ ગાયબ થયો હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસના ફરિયાદી થેજી ઈલેક્ટ્રિકલ કંપનીમાં સાઈટ સુપરવાઈઝર તરીકે વિનાયક ભાલેરાવ કાર્યરત છે. થેજી ઈલેક્ટ્રિકલ એ વીજ કોન્ટ્રાક્ટર કંપની હોવાથી મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપનીના સાથેના કરાર મુજબ વીજ કામની દેખભાળ અને સમારકામ અને અન્ય કામો કરે છે.

હાલમાં કંપનીને વીજ વિતરણ કંપની દ્વારા ડો. આર.પી. રોડ સ્થિત એમ.ટી. અગરવાલ હોસ્પિટલને વીજળી પૂરી પાડવાનો કરાર આપવામાં આવ્યો છે, જેને માટે ઉચ્ચ દબાણવાળા કેબલના કુલ ૩ ડ્રમ જેમાં પ્રત્યેકમાં ૫૦૦ મીટર કેબલ હતા. જે કંપનીએ મહાવિતરણના યોગી હિલ સબ સ્ટેશન પાસે રાખ્યા હતા પરંતુ ચોમાસાના વહેલા પ્રારંભને કારણે મનપા દ્વારા રોડનું ખોદકામ મુલત્વી રાખવામાં આવ્યું જેને કારણે ઉપરોક્ત કાર્ય વિલંબમાં મૂકાઈ ગયું. તેથી વિનાયક અવારનવાર યોગી હિલ સબ સ્ટેશનમાં રાખેલા માલ સામાનની જાત તપાસણી કરી આવતા પરંતુ ૩ જુલાઈના જ્યારે તેમણે સાઈટની મુલાકાત લીધી ત્યારે એક ડ્રમ પરનું રેપર કાઢી નાખવામાં આવ્યું હતું અને તેમાંથી લગભગ રૂા.૬૦ હજારની કિંમતનો ૭૦ મીટર કેબલ ગાયબ થઈ ગયો હતો તેથી વિનાયકે અજાણ્યા ચોર વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
