મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)ની સંખ્યામાં પચીસ ટકાનો વધારો કરવાની કલ્પના સાથે રાજ્ય સરકારે રાજ્યના મહત્ત્વના ગણાતા મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાંથી મુક્તિ અથવા છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણાં અને અન્ય વિભોગા તરફથી મંજૂરી મળ્યા બાદ રાજ્ય કેબિનેટ તરફથી આ પ્રસ્તાવને લીલી ઝંડી મળવાની શક્યતા છે.
મહારાષ્ટ્રના ઇકોનોમિક સર્વે અનુસાર રાજ્યમાં પહેલી જાન્યુઆરી, ૨૦૨૫ના ૪૮૮.૨ કરોડ વાહનો હતા તેમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો ફક્ત છ ટકા જ હતો. તેની સરખામણીમાં દિલ્હીમાં ૧૨ ટકા, કર્ણાટકમાં નવ ટકા અને તમિળનાડુમાં આઠ ટકા ઇલેક્ટ્રિક વાહનો છે જે મહારાષ્ટ્ર કરતા વધુ છે.

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મૂકવામાં આવેલો ટોલ ફ્રીનો પ્રસ્તાવ એ રાજ્યની નવી ઇવી પોલિસીનો એક ભાગ છે અને આગામી થોડા અઠવાડિયામાં તેના પર નિર્ણય લેવાશે. પ્રસ્તાવ પ્રમાણે ઇલેક્ટ્રિક વાહનોને પહેલી મેથી ઉક્ત મહત્ત્વના એક્સપ્રેસવે પર ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. આ સિવાય બન્ને હાઇવે પર પચીસ કિલોમીટરના અંતરે અને સરકારી કાર્યાલયો નજીક ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘ગ્રીન એર્ન્જી કોરિડોર’ હેઠળ ૯૩ કિલોમીટરના લાંબા મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર તથા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કલ્પનાનો રાજ્યનો ૭૧૦ કિલોમીટર લાંબો સમૃદ્ધિ એક્સપ્રેસવે નવો હોવાને કારણે આ બન્ને માર્ગ પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સમાં છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકાયો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
