રાજ્યમાં ઠંડીનુંં મોજું ફરી વળ્યું છે. મોટાભાગના જિલ્લામાં ૧૫ ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાયું હતું, જેમાં ૭.૪ ડિગ્રી સાથે અહિલ્યાનગર (અહમદનગર)માં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જોકે મુંબઈમાં ઠંડી અને ગરમીનું મિશ્ર વાતારવણ રહ્યું હતું. મંગળવારે વહેલી સવારે મુંબઈગરાએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તો દિવસના સમયે ગરમીનો અનુભવ કર્યો હતો. વહેલી સવારના લઘુતમ તાપમાનનો પારો ૧૬.૫ ડિગ્રી સામે દિવસનું મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. મુંબઈગરાએ મંગળવારે ઠંડી અને ગરમી બંનેને અનુભવ કર્યો હતો. સવારના સ્વેટર પહેરીને નીકળનારી વ્યક્તિ દિવસના સમયે પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. મુંબઈના મિશ્ર વાતાવરણ વચ્ચે જોકે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

હવામાનના નિષ્ણાતોના કહેવા મુજબ આગામી ૪૮થી ૭૨ કલાક દરમ્યાન ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર તરફથી આવતા સૂકા પવનોને કારણે ઠંડીનો ટૂંકો સમયગાળો શરૂ થયો છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
