
મુલુંડ LBS રોડ પર નવા બનેલા ઓબેરોયના હાઈરાઈઝ એનિગ્મા ટાવરની એ વિંગના એક ફ્લેટમાંથી ૨૪ તોલાના સોનાના દાગીના અને એક ડાયમંડની બુટ્ટી ચોરી થઈ હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઓબેરોય ટાવરમાં ચોરીની આ પ્રથમ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.
ફરિયાદ મુજબ છેલ્લાં એક વર્ષથી એનિગ્મા ટાવરમાં રહેતા કંપનીમાં અને ટાટા કમ્યુનિકેશન કામ કરતા અરવિંદકુમાર પાંડેના ઘરમાં અમુકતમુક સોનાના દાગીના બેડરૂમના વોર્ડરોબના લોકરમાં મૂક્યા હતા.

પાંડેના પત્ની વંદનાએ ૧ જુલાઈના ડાયમંડની બુટ્ટી મૂકવા માટે લોકર ખોલ્યું હતું ત્યારે તેમણે દાગીના સહીસલામત હોવાનું તપાસ્યું હતું અને ૯ જુલાઈના બપોરે વંદનાએ વોર્ડરોબના ડ્રોઅર પર ચાવી લાગેલી જોઈ તેથી તેમણે તુરંત જ ડ્રોઅરના લોકરમાં મૂકેલા દાગીના તપાસ્યા જે તેમને મળ્યા નહીં.
દાગીના ચોરી થઈ ગયા હોવાનું જણાતા પાંડેએ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં જઈને રૂા.૨૦ લાખના સોનાના દાગીના તથા હીરાની બુટ્ટી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે

For more details… Contact 9322529232 / 9324483455
