ભાંડુપ (વે)માં સીતારામ ચાલમાં રહેતો અને સાપ્તાહિક બજારોમાં કપડા વેચવાનો ધંધો કરતા અભિષેક ગોસ્વામીએ ૧૫ જુલાઈના મુલુન્ડ (વે)માં ગુરુ ગોવિંદ સિંગ માર્ગ અમરનગર ખાતે લાગેલી બજારમાં ફૂટપાથ પર એક ટેબલ પર કપડા ગોઠવીને વેચવાનું શરૂ કર્યું હતું. જોકે આ વિસ્તારમાં રહેતો એક કુખ્યાત શખ્સ ત્યાં ધંધો કરવા માટે ખંડણી રૂપે તમામ લોકો પાસે પૈસા માંગતો રહેતો હતો.

૧૫ તારીખે તેણે અભિષેક પાસે રૂા.૧૦૦૦ ખંડણી પેટે માંગ્યા જે તેણે તે દિવસે કોઈ ધંધો થયો ન હોવાથી આપવાની ના પાડતા કુખ્યાત શખ્સે ટેબલ પર પડેલા કપડા નીચે ફેંકી દીધા હતા અને તેની મારપીટ કરી હતી. આ સમયે અભિષેકને ઓળખનાર નિરજ સિંગ તેને બચાવવા જતા તે શખ્સે તેની પણ મારપીટ કરીને તેને બચકું ભરી લીધું અને ત્યાં ઊભેલાઓને ધમકી આપીને તે ત્યાંથી નીકળી ગયો. ત્યારબાદ અભિષેકે મુલુન્ડની અગ્રવાલ હોસ્પિટલમાં સારવાર લઈને મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં તેની મારપીટ કરનારા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
