રાતે પણ મોબાઈલ ફોન પર વાતચીત કરવા બદલ કાકાએ ટોક્યા પછી ગુસ્સામાં યુવતીએ 11મા માળના ફ્લૅટમાંથી ઝંપલાવી દીધું હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી. માનપાડા પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સમીક્ષા નારાયણ વડ્ડી (20) તરીકે થઈ હતી. સમીક્ષાએ સોમવારની મધરાતે અંતિમ પગલું ભર્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે યુવતી સતત ફોન પર વાત કરતી હતી. સોમવારે મોડી રાતે પણ તે ફોન પર વાત કરતી હોવાથી કાકાએ તેને ટોકી હતી. કૉલ કટ કરી ફોન મૂકી દેવાનું કાકાએ કહેતાં યુવતીને ગુસ્સો આવ્યો હતો.

ગુસ્સામાં તે ફ્લૅટના હૉલમાં ગઈ હતી અને પછી ગૅલરીમાંથી તેણે કૂદકો માર્યો હતો. 11મા માળેથી નીચે પટકાયેલી યુવતીને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.
આ પ્રકરણે હાલમાં પોલીસે એડીઆર નોંધ્યો હતો. ચોક્કસ ઘટનાક્રમ જાણવા માટે પોલીસ દરેક મુદ્દે તપાસ કરી રહી છે. યુવતીના આત્મહત્યા કરવા પાછળ બીજાં કોઈ કારણ જવાબદાર નથીને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
