મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા હાથ ધરવામાં આવેલો સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ (એસસીએલઆર) એક્સટેન્શન પ્રોજેક્ટ ૯૫ ટકા પૂર્ણ થઈ ગયો છે એવો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ આ પ્રોજેક્ટ ૨૦૨૪ના મે મહિનામાં પૂર્ણ થવાની ગણતરી હતી. જોકે, ૨૦૧૯થી અનિશ્ચિતતાનો સામનો કરી રહેલો આ પ્રોજેક્ટ ૨૦૨૫માં ચોમાસુ શરૂ થવા પૂર્વે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે એવી આશા સેવાઈ રહી છે.
૨૦૧૪થી કાર્યરત એસસીએલઆર મુંબઈના પૂર્વીય અને પશ્ચિમી ઉપનગરો જોડવામાં મહત્ત્વનું કામ કરે છે. કલિનાના સીએસટી રોડ પર કાપડિયા નગરને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડાયેલા ચેમ્બુરના અમર મહેલ જંકુશન સાથે જોડે છે. નવી મુંબઈ અને બીકેસી આવતા-જતા મુસાફરો દ્વારા તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સાંતાક્રુઝમાં એસસીએલઆરના છેડેથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધીનું અંતર ખાસ કરીને વાકોલા જંકશન પર ટ્રાફિકની ગીચતા વધારે છે.

ભીડની આ સમસ્યાઓના સમાધાન માટે એમએમઆરડીએએ ૨૦૧૬માં ફ્લાયઓવરના વિસ્તરણ પર કામ શરૂ કર્યું હતું. આ કામ ૨૦૧૯માં પૂર્ણ થવાનું હતું. જોકે, વિવિધ અડચણ ઊભી થઈ હતી જેમાં કેબલ-સ્ટેડ બ્રિજ સાથે સંકળાયેલી ડિઝાઇનમાં ફેરફાર, જમીન સંપાદનની અડચણો અને કોવિડ -૧૯ રોગચાળાને કારણે થયેલી સમસ્યાનો સમાવેશ થાય છે. ૨૦૨૪માં ચૂંટણી પ્રક્રિયાને લીધે કામ ફરી અટકી ગયું હતું અને મુંબઈ ટ્રાફિક પોલીસની જરૂરી મંજૂરીઓમાં વિલંબ થયો હતો. આ મંજૂરી ગયા વર્ષે ડિસેમ્બરમાં આપવામાં આવી હતી. પરિણામે આ પ્રોજેક્ટનું બજેટ ₹૪૫૦ કરોડથી વધીને ₹૬૫૦ કરોડ થયું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
