ભાંડુપ વિસ્તારમાં ઈસ્ટ અને વેસ્ટ વચ્ચેનું જોડાણ વધુ સરળ બનાવવા માટે બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ભાંડુપ રેલવે-સ્ટેશન નજીક નવા રોડ ઓવર બ્રિજ (ROB) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા માટે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે તાજેતરમાં ભાંડુપમાં સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન તેમણે પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂરો થાય એની ખાતરી કરવા માટે અધિકારીઓને અને એન્જિનિયરોને વિવિધ સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બ્રિજ ભાંડુપ ઈસ્ટ અને વેસ્ટ વચ્ચે સીધો માર્ગ બનાવશે જેનાથી બન્ને વિસ્તારમાં ટ્રાફિક ઘટાડવામાં મદદ મળશે. ભાંડુપમાં ચાલી રહેલું રોડ ઓવર બ્રિજનું કામ. આ બ્રિજ ઈસ્ટ અને વેસ્ટ વચ્ચે સીધો માર્ગ બનાવશે જેનાથી બન્ને વિસ્તારમાં ટ્રાફિક ઘટાડવામાં મદદ મળશે.

BMCના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘પ્રોજેક્ટની ડિઝાઈન વિશે ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે ખાસ ધ્યાન અલાઇનમેન્ટ હશે. આ કારણસર ટેક્નિકલ ધોરણો મુજબ તૈયાર કરાયેલી ડિઝાઈનની ફરી ચકાસણી કરવા માટે IIT-બૉમ્બેના નિષ્ણાતો દ્વારા એની સમીક્ષા કરાવવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ટ્રાફિક-પ્રવાહનું સચોટ મૂલ્યાંકન કરવા માટે એટલે કે રસ્તા પર વાહનોની સંખ્યા કેટલી છે અને ભવિષ્યમાં કેટલી વધશે એની પણ માહિતી ભેગી કરવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓને આ અભ્યાસના આધારે જરૂરી સુધારાઓ અમલમાં મૂકવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. સાથે-સાથે રેલવેના મુસાફરો અને સ્થાનિક રહેવાસીઓ માટે બ્રિજ પર સુરક્ષિત અને સુગમ ફુટપાથ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.’
આ ROBની કુલ લંબાઈ આશરે ૫૩૦ મીટર રહેશે, જેમાંથી લગભગ ૮૯ મીટરનો ભાગ સીધો રેલવે-ટ્રેક પરથી પસાર થશે. રસ્તાની પહોળાઈ BMC વિસ્તારમાં ૧૧.૫૦ મીટર રહેશે, જ્યારે રેલવે વિસ્તારમાં એ ૧૫.૬૦ મીટર રહેશે. આ બ્રિજ પુરો થયા બાદ ભાંડુપ વિસ્તારના મળશે અને રેલવે ક્રોસિંગને કારણે થતી રહેવાસીઓને ઝડપી અને સરળ માર્ગ ટ્રાફિક-સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. હાલમાં પ્રોજેક્ટનું લગભગ ૩૦ ટકા કામ પૂરું થઈ ગયું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
