વાહનની માલિકીને મુદ્દે થયેલા વિવાદમાં મહિલાએ અંધેરી રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસમાં હંગામો કરી કમ્પ્યુટરની તોડફોડ કરી હતી. આ પ્રકરણે આરટીઓની સિનિયર ક્લર્ક વૃષાલી કાળેએ નોંધાવેલી ફરિયાદને આધારે અંબોલી પોલીસે હંગામો કરનારી મહિલા ઈશા છાબરા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર ઘટના સોમવારે બની હતી. વૃષાલી કાળે અને જુનિયર ક્લર્ક સુસ્મિતા ભોગલે ફરજ બજાવી રહી હતી ત્યારે કાળે આરટીઓમાં આવી હતી.

છાબરાએ દાવો કર્યો હતો કે તેણે તેનું વાહન વેચ્યું ન હોવા છતાં કોઈ પણ એગ્રીમેન્ટ વિના સ્નેહા પાંડે નામની મહિલાના નામ પર વાહનનું રજિસ્ટ્રેશન ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એ વાહન તાત્કાલિક ફરી તેના નામે રજિસ્ટર્ડ કરવાની માગણી છાબરાએ કરી હતી. આમ તાત્કાલિક રજિસ્ટ્રેશન શક્ય ન હોવાનું કાળેએ સમજાવ્યું હતું. એ સિવાય પાંડેએ કાનૂની દસ્તાવેજો અને જરૂરી અરજી કરી હોવાનું પણ કાળેએ કહ્યું હતું. બધી પ્રક્રિયા કાયદાને અનુસરીને થઈ હોવાનું છાબરાને કહેવામાં આવ્યું હતું. જોકે મહિલા આરટીઓ સ્ટાફની વાત માનવા તૈયાર નહોતી. જમીન પર પટકાયેલા કમ્પ્યુટરને નુકસાન થયું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
