લાલબાગ નજીક આવેલા વન અવિઘ્ન ટાવર નામના હાઉસિંગ કોમ્પ્લેક્સના પરિસરમાં આવેલા જૈન મંદિરમાંથી રૃ.૧.૭૫ કરોડના સોના અને હીરાના દાગીનાની ચોરી થતા ચકચાર જાગી છે.પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે અધિકારીએ જણાવ્યું હતું.
બીજીતરફ આ ગુનામાં કોઈ જાણભેદુ સંડોવાયેલો હોવાની ચર્ચા થઈ રહી છે. પોલીસ દરેક બાબતને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે. કાલાચોકી પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫ અને ૩૩૧ હેઠળ અજાણ્યા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ વન અવિઘ્ન ટાવરના રહેવાસી અને મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના એક સભ્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે જૈન મંદિર રહેણાંક સંકુલમાં આવેલું છે.અહીં ભગવાનની મૂતને સોના અને હીરાના દાગીનાથી શણગારવામાં આવી હતી. મંદિર સવારે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહે છે અને તેનું સંચાલન ત્રણ પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે.

સોમવારે સવારે લગભગ પાંચ વાગ્યે કૃષ્ણ નામના પૂજારી મંદિરમાં પહોંચ્યા અને જોયું કે તાળું તૂટેલું હતું. તેમણે અંદર પ્રવેશતાં જોયું કે મૂત પરના આભૂષણો ગાયબ હતા. તેમણે તાત્કાલિક ચોરીની ટ્રસ્ટીઓને જાણ કરી હતી.જેના પગલે ટ્રસ્ટીઓ અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરી ૨૯ માર્ચે રાત્રે નવ વાગ્યાથી ૩૦ માર્ચે સવારે પાંચ વાગ્યાની વચ્ચે થઈ હતી. આરોપીએ મંદિરનું તાળું તોડીને રૃ.૧.૫ કરોડના સોનાના દાગીના અને રૃ.૨૫ લાખની કિંમતના હીરાના તિલકની ચોરી કરી હોવાનો આરોપ છે.આમ ચોરાયેલા દાગીનાની કુલ કિંમત રૃ.૧.૭૫ કરોડ થઈ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
