દાદરમાં બહુમાળી ઈમારતની ટેરેસ પર બે મિત્ર જોતા રહ્યા અને કોલેજની ૨૦ વર્ષીય વિદ્યાર્થિનીએ નીચે છલાંગ મારી દીધી હતી. યુવતી ડિપ્રેશનમાં હોવાથી બંને તેને સમજાવવા લઈ ગયા ત્યાં નજર સામે આ કમાકમાટીભરી ઘટના બની હતી.
માટુંગા પોલીસે આ મામલો એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધી વધુ તપાસ આદરી છે. દાદર સ્થિત હિન્દુ કોલોનીમાં ટેકનો હાઈટ્સ બિલ્ડિંગમાં આઠમા માળે ૨૦ વર્ષીય ઝાયના સેઠિયા તેના પરિવાર સાથે રહેતી હતી. તે ત્રીજા વર્ષની બી.કોમ.ની વિદ્યાર્થિની હતી. તે થોડા દિવસથી ડિપ્રેશનમાં હતી. તેને બે મિત્ર વારંવાર મળવા આવતા હતા. તેઓ ગઈકાલે સાંજે પણ ઝાયનાને ઘરે આવ્યા હતા. પછી તેઓ ૧૪ માળની બિલ્ડિંગના ટેરેસ પર ગયા હતા. તેઓ ઝાયનાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને કંઈ કરી શકે તે પહેલાં અચાનક અને અણધારી રીતે તેણે ટેરેસ પરથી કૂદકો મારી દીધો હતો.

માટુંગા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર પવારે જણાવ્યું હતું કે ‘તે બારી સાથે અથડાઈ અને થોડી દૂર જમીન પર પટકાઈ હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ઝાયનાને મોત નિપજ્યું હતું. તે પ્રેમસંબંધમાં નિષ્ફળતા મળતા હતાશ હોવાનું કહેવાય છે. પોલીસને મૃતક પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી.
પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ આદરી હતી. મૃતકના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે તેની ડાયરી મળી છે. જેમાં તેણે આત્મહત્યા વિશે સંકેત આપ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે ઘટના દરમિયાન હાજર બંને મિત્રોના નિવેદનો લીધા છે. જોકે માનસિક આઘાતને કારણે તેઓ વિગતવાર માહિતી આપી શક્યા નહોતા. પોલીસ ઘટનાની વધુ માહિતી મેળવવા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે. આ સિવાય વધુ વિગતો એકત્રીત કરવા માટે સિક્યુરિટી ગાર્ડ અને અન્ય સંભવિત સાક્ષીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
