ઉલ્લુ એપ પર અભિનેતા એજાઝ ખાનના શો હાઉસ અરેસ્ટને બંધ કરવાની માગણીએ જોર પકડ્યું છે. રાજ્ય મહિલા આયોગનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરે પણ આ શો અંગે આક્રમક બન્યાં છે અને તેમણે શો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. તેમણે આ સંબંધમાં રાજ્યના પોલીસ પ્રમુખને પત્ર લખીને કાર્યવાહી કરવા સૂચના આપી છે.
આ શો પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે. આ શોની એક વિડિયો ક્લિપ સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ રહી છે, જેમાં એક ટાસ્ક દરમિયાન, મહિલા સ્પર્ધકોને કપડાં ઉતારવાની ફરજ પાડવામાં આવે છે. લોકો સોશિયલ મિડિયા પર આ શો સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને તેને તાત્કાલિક બંધ કરવાની માગણી કરી રહ્યા છે. આ પહેલા ભાજપનાં વિધાનસભ્ય ચિત્રા વાઘ અને ઠાકરે જૂથનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ શો બંધ કરવાની માગણી કરી હતી.

રૂપાલી ચાકણકરે કહ્યું, શોમાં મહિલા સહભાગીઓને અશ્લીલ પ્રશ્નો એજાઝ પૂછી રહ્યો છે. અપમાનજનક પ્રદર્શન કરવા કહી રહ્યો છે અને મહિલાઓને કપડાં ઉતારવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. આ અંગે લોકો તરફથી તીવ્ર પ્રતિક્રિયા મળી રહી હોવાથી, રાજ્ય મહિલા આયોગે તેની નોંધ લીધી છે. અમે રાજ્ય પોલીસ પ્રમુખને શોનું પ્રસારણ બંધ કરવા અને સંબંધિતો સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. નોંધનીય છે કે આ શોની વાઈરલ ક્લિપમાં, એજાઝ સ્પર્ધકોને અલગ અલગ સેક્સ પોઝિશન બતાવવા માટે કહેતો જોવા મળે છે.
એક મહિલા સ્પર્ધકને સેક્સ પોઝિશન વિશેનો પોતાનો અનુભવ અને જ્ઞાન શેર કરવા કહ્યું. સ્પર્ધકે કહ્યું કે તેને પોઝિશન વિશે ખબર નથી, ત્યારે એજાઝે તેને પૂછ્યું, શું તમે ક્યારેય પ્રયોગ નથી કર્યો? આ પછી, એજાઝે બીજી મહિલા સ્પર્ધક સહિત અન્ય બે સ્પર્ધકોને તેમનું આ વિશે શું કહેવું છે તે પૂછ્યું. તે મુજબ તેણીએ અન્ય સ્પર્ધકો સાથે તે પોઝિશન બતાવી, આ દ્રશ્ય ખૂબ જ અશ્લીલ હતું. આ વિડિયો હવે સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને તેની પર આક્રોશભર્યા પ્રતિભાવો મળી રહ્યા છે. યુઝર્સ એજાઝને ટ્રોલ કરી રહ્યા છે અને શો બંધ કરવાની માગણી જોર પકડી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
