મુંબઈ સહિત મુંબઈ મહાનગર પ્રદેશમાં વાયુ પ્રદૂષણ રોકવાની દષ્ટિએ ડીઝલ, પેટ્રોલથી ચાલતા વાહનો પર બંધી મૂકીને ફક્ત વીજ અને સીએનજીથી ચાલતા વાહનોને પરવાનગી આપવામાં આવશે તો દેશની અર્થવ્યવસ્થા અને લોકસંખ્યા પર વ્યાપક અસર થશે એવો દાવો રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં કર્યો હતો. દરમિયાન કોર્ટના આદેશ અનુસાર સાત સભ્યોની નિષ્ણાત સમિતિ નિમવામાં આવી છે જેને અહેવાલ રજૂ કરવા મુદતવધારો આપવાની વિનંતી પણ રાજ્ય સરકારે કરી હતી. મુખ્ય જજ આલોક આરાધે અને જજ મકરંદ કર્ણિકની ખંડપીઠ સમક્ષ આ પ્રકરણે સુનાવણી થઈ હતી. એ સમયે ગયા વખતની સુનાવણીમાં કોર્ટે પૂછેલ પરિવહન વિભાગનું સંબંધિત એફિડેવિટ અતિરિક્ત સરકારી વકીલ જ્યોતી ચવ્હાણે રજૂ કર્યું હતું. એમાં કોર્ટના આદેશ અનુસાર 21 જાન્યુઆરીના સાત સભ્યોની નિષ્ણાત સમિતિ સ્થાપવામાં આવી હતી.

આ સમિતિએ અત્યાર સુધી પાંચ બેઠક કરી હતી. બેઠકમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો તબક્કાવાર પૂર્ણપણે બંધ કરી શકાય કે તથા ફક્ત સીએનજી અને વીજ પર ચાલતા વાહનોને જ પરવાનગી આપી શકાય કે એ મુદ્દા પર સમિતિ સંબંધિત પક્ષ તરફથી માહિતી ભેગી કરી રહી છે. પણ પેટ્રોલ-ડીઝલ વાહનો તબક્કાવાર બંધ કરવાનો તથા ફક્ત સીએનજી-વીજ પર ચાલતા વાહનોને પરવાનગી આપવાનો નિર્ણય લેવાય તો તેમ જ એ દષ્ટિએ ધોરણ તૈયાર કરવામાં આવે તો નાગરિકો અને દેશની અર્થવ્યવસ્થા પર મોટા પ્રમાણમાં અસર થશે એવો દાવો પરિવહન વિભાગે કર્યો હતો.
વ્યાપક અભ્યાસ માટે સમય લાગશે : ઉપરોક્ત મુદ્દાઓને વિગતવાર, ઊંડાણપૂર્વક, સર્વસમાવેશક અને વ્યાપક અભ્યાસ કરવો જરૂરી છે. પણ એના માટે સમય લાગવાનો હોવાથી આ પ્રકરણે સમિતિને અંતિમ નિષ્કર્ષ સુધી પહોંચવા અને અંતિમ અહેવાલ રજૂ કરવા માટે પણ ઘણો સમય લાગશે એમ સહપરિવહન આયુક્તે એફિડેવિટમાં જણાવ્યું છે.

મુંબઈના પ્રવેશદ્વાર પર નિરીક્ષણ-કાર્યવાહી
વાયુ પ્રદૂષણ માટે જવાબદાર વાહનો પર કાર્યવાહી કરવા બાબતે પરિવહન આયુક્તે 23 ઓક્ટોબર 2023ના એક આદેશ જારી કર્યો હતો. એ અનુસાર મુંબઈના પાંચ પ્રવેશદ્વાર પર સ્પેશિયલ ફ્લાઈંગ સ્કવોડ તૈનાત કરી છે. આદેશને સમયે સમયે મુદતવધારો આપવામાં આવ્યો છે. મોટર વાહન કાયદો અને એના અંતર્ગત ઘડેલા નિયમોની સંબંધિત જોગવાઈઓનું પાલન કરવા આ સ્કવોડ પર માલવાહક વાહનની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત રસ્તા સુરક્ષા, વાયુ પ્રદૂષણ અને વસ્તુ તથા પ્રાણીઓની અસુરક્ષિત હેરફેરના કારણે થતું સાર્વજનિક રસ્તાઓનું નુકસાન રોકવાની જવાબદારી પણ આ સ્કવોડ પર હોવાનું પરિવહન વિભાગે એફિડેવિટમાં જણાવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
