લોકો અસહ્ય ગરમીમાંથી છૂટકારો મેળવવા માટે એરકંડિશનર, પંખા કે કૂલરનો આશરો લેતા હોય છે જ્યારે ભગવાનને ગરમીમાં રાહત મળે માટે ચંદનના ટાઢા લેપની શરૃઆત થઇ ગઇ છે.
વૈશાખના ધોમધખતા તાપ અને ગરમીમાં ભગવાનને ઠંડક મળે એ ચોપાટી સ્થિત શ્રી રાધા ગોપીનાથ મંદિર સહિત ઇસ્કોનના બધા મંદિરોમાં મૂર્તિને ચંદનનો લેપ લગાડવા માટેની ચંદનયાત્રા શરૃ થઇ ગઇ છે. આ ચંદનયાત્રા શુકલ પક્ષની તૃતીયાથી ૨૦ દિવસ ચાલશે.

૨૦ દિવસની ચંદનયાત્રા માટે ભક્તો અને સ્વયંસેવકો દ્વારા કેટલાય દિવસો અગાઉથી ચંદન ઘસીને ભેગું કરવામાં આવે છે. અને પછી તેનો પ્રભુની મૂર્તિને લેપ કરવામાં આવે છે. આખા શરીરે લેપ કરવામાં આવ્યા પછી માત્ર દિવ્ય આંખોના જ દર્શન થાય છે. ગ્રીષ્મ ઋતુમાં ઉત્સવ મૂર્તિઓની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને સરોવર કે નદીમાં મૂર્તિઓને નાવમાં બેસાડી જળક્રીડા પણ કરાવવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
