મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળના દસમા ધોરણનાં પરિણામ મંડળના સચિવ દેવિદાસ કુલાળે મંગળવારે જાહેર કર્યાં. આ વખતે દસમાનાં પરિણામ 94.10 ટકા આવ્યું છે. કોંકણ વિભાગ આ વખતે પણ અવ્વલ નંબરે છે, જ્યારે નાગપુર સૌથી તળિયે છે. દર વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થિનીઓ 96.14 ટકાવારી સાથે ચઢિયાતી સાબિત થઈ છે,
જ્યારે વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 92.21 ટકા રહી છે.વિભાગ અનુસાર કોંકણનું 99.82 ટકા, કોલ્હાપુરનું 96.78 ટકા, મુંબઈનું 95.84 ટકા, પુણેનું 94.81 ટકા, નાશિક 93.04 ટકા, અમરાવતી 92.95 ટકા, સંભાજીનગર 92.82 ટકા અને નાગપુરનું 90.78 ટકા પરિણામ આવ્યું છે.દસમાની પરીક્ષા માટે રાજ્યના પુણે, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાશિક, લાતુર અને કોંકણ એમ નવ વિભાગીય મંડળમાંથી કુલ 15,58,020 વિદ્યાર્થીઓએ નોંધણી કરી હતી, જેમાંથી 15,46,579 વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા.

આમાંથી 14,55,433 વિદ્યાર્થી પાસ થયા છે.28,512 ખાનગી વિદ્યાર્થીએ નોંધણી કરાવી હતી, જેમાંથી 28,020 પરીક્ષામાં બેઠા અને 22,518 પાસ થયા, જે ટકાવારી 80.36 ટકા રહી છે. 24,376 વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવા નોંધણી કરી હતી, જેમાંથી 23,954 બેઠા અને 9448 પાસ થયા, જે ટકાવારી 39.44 ટકા છે.
9585 દિવ્યાંગ વિદ્યાર્થીમાંથી 8844 પાસ થયા છે, જે ટકાવારી 92.27 છે. વિદ્યાર્થિનીઓ પાસ થવાની ટકાવારી 96.14 ટકા રહી છે, જે વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી કરતાં 3.83 ટકા વધુ છે. રાજ્યમાં 4,88,745 ડિસ્ટિંકશન સાથે ફર્સ્ટ ક્લાસ, 4,97,277 ફર્સ્ટ ક્લાસ, 3,60,630 સેકંડ ક્લાસ, 1,08,781 પાસ ક્લાસમાં સફળ થયા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
