થાણેના સૌથી વ્યસ્ત અને ટ્રાફિકવાળા રસ્તાઓમાંના એક એવા ઘોડબંદર રોડના ગાયમુખથી કાપુરબાવડી સુધીના ૧૦,૫ કિલોમીટર લાંબા માર્ગની જાળવણીની જવાબદારી હવે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) દ્વારા પાંચમી માર્ચે આ અંગે સત્તાવાર સરકારી ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. સ્ટેટ હાઈવે નંબર ૮૪નો આ મહત્ત્વપૂર્ણ માર્ગ રોજ ભારે ટ્રાફિકનો સામનો કરે છે જેને કારણે વાહનચાલકોને ઘણી વાર ત્રણથી ૪ કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડતું હતું. રસ્તાની ખરાબ હાલતને કારણે નાયબ મુખ્ય પ્રધાન અને થાણે જિલ્લાના ગાર્ડિયન પ્રધાન એકનાથ શિંદેની પણ ભારે ટીકા થઈ હતી. સરકારી ઠરાવ મુજબ હવે આ માર્ગની મરમ્મત અને જાળવણી માટેનો સંપૂર્ણ ખર્ચ TMC ઉઠાવશે અને રાજ્ય સરકાર તરફથી કોઈ વધારાની આર્થિક સહાય આપવામાં આવશે નહીં.

ઘોડબંદર રોડ ૧૯૯૦ના દાયકામાં માત્ર બે લેનનો માર્ગ હતો. ત્યાર બાદ ૧૯૯૦ના અંતમાં એ સમયના મ્યુનિસિપલ કમિશનર ટી. ચંદ્રશેખર દ્વારા એનો વિસ્તાર કરીને માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો. એ સમયે મુખ્ય હાઈવેનો ભાગ PWDના નિયંત્રણ હેઠળ હતો, જ્યારે બાજુનો સર્વિસ રોડ TMC પાસે હતો. સર્વિસ રોડ મુખ્ય હાઈવે કરતાં નીચા સ્તરે હોવાથી ટ્રાફિક અને વરસાદના પાણીની સમસ્યા ઊભી થતી હતી. વિકાસયોજના મુજબ હવે સર્વિસ રોડને મુખ્ય હાઇવેના સમાન સ્તરે લાવવામાં આવશે જેથી વાહનો યોગ્ય રીતે પસાર થઈ શકે. થાણે-ઘોડબંદર સ્ટેટ હાઈવે નંબર ૮૪નો વિકાસ ૨૦૦૦-૦૧ દરમ્યાન મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા બિલ્ડ-ઑપરેટ-ટ્રાન્સફર (BOT) મૉડલ હેઠળ કરવામાં આવ્યો હતો. આ માર્ગ પર વસૂલ થતા ટોલની સમયમર્યાદા ૨૦૨૧ની ૨૩ ફેબ્રુઆરીએ પૂરી થયા બાદ રસ્તો MSRDC દ્વારા PWDને સોંપવામાં આવ્યો હતો, પરંતુ પૂરતાનાણાંના અભાવને કારણે PWD દ્વારા રસ્તાની યોગ્ય રીતે જાળવણી થઈ શકી નહોતી. પરિણામે માર્ગની હાલત બગડતી ગઈ હતી અને વારંવાર ખાડાઓ તથા તૂટફૂટની સમસ્યા ઊભી થતી હોવાની સમસ્યા સામે આવી હતી.’

સરકારી ઠરાવ મુજબ હવે આ માર્ગની મરમ્મત અને જાળવણી માટેનો સંપુર્ણ ખર્ચ TMC જ ઉઠાવશે અને રાજ્ય સરકાર તરફથી કોઈ વધારાની આર્થિક સહાય આપવામાં આવશે નહીં. સાથે-સાથે રસ્તા પર થયેલાં અતિક્રમણો દૂર કરવાની જવાબદારી પણ TMCની રહેશે. ટોલ બંધ થવા પહેલાં સુધી રસ્તાની સ્થિતિ સારી હતી, પરંતુ ત્યાર બાદ ગુણવત્તા નિયંત્રણના અભાવને કારણે મરમ્મતનાં કામો થયાં નથી. ભવિષ્યમાં માર્ગસુધારણા માટે કડક ગુણવત્તા નિયંત્રણ જરૂરી છે જેથી વાહનચાલકોને રાહત મળી શકે. જોકે TMC પાસે જાળવણી આવવાથી ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થશે એવી. આશા વ્યક્ત કરવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
