ઘાટકોપર, કુર્લા, વિક્રોલી, પવઈ અને ભાંડુપ વગેરે વિસ્તાર પ્રભાવિત થશે
મુંબઈગરાને આવતા અઠવાડિયે ફરી એક વખત પાણી માટે હેરાનગતિનો સામનો કરવો પડવાનો છે. ભાંડુપ વોટરફિલ્ટરેશન પ્લાન્ટને પાણી પુરવઠો કરનારી પાઈપલાઈન બદલવાનું કામ સોમવાર, આઠ ડિેસેમ્બરથી મંગળવાર, નવ ડિસેમ્બર સુધી કરવામાં આવવાનું છે. તેથી આ સમયગાળા દરમ્યાન મુંબઈના ૧૭ પ્રશાસકીય વોર્ડમાં ૧૫ ટકા પાણીકાપ રહેશે.
તાનસા બંધમાંથી ભાંડુપના વોટર ફિલ્ટરેશન પ્લાન્ટને પાણીપુરવઠો કરનારી ૨,૭૫૦ મિલીમીટર વ્યાસની તાનસા પાઈપલાઈન બદલવાનું કામ મુંબઈ મહાનગરપાલિકાએ હાથમાં લીધું છે. જૂની પાઈપલાઈન કાઢીને નવી પાઈપલાઈન નાખ્વાનું કામ પણ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ માટે સાધારણ રીતે ૨૪ કલાકનો સમય લાગશે. તેથી આ કામને કારણે ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટને થનારા પાણીપુરવઠામાં લગભગ ૧૫ ટકાનો ઘટાડો થશે.

તેને પરિણામે મુંબઈ શહેરમાં કોલાબા, ફોર્ટ, કાલબાદેવી, મરીન લાઈન્સ, ભુલેશ્ર્વર, ચંદનવાદી, ગ્રાન્ટ રોડ, મલબાર હિલ, ચર્ની રોડ, મુંબઈ સેન્ટ્રલ, તાડદેવ, નાગપાડા, પરેલ, દાદર, સાયન, માટુંગા, ભાયખલા, નાયગાંવ, પશ્ર્ચિમ ઉપનગરના બાન્દ્રા, સાંતાક્રુઝ, ખાર, વિલેપાર્લે, અંધેરી, ગોરેગામ, બોરીવલી, કાંદીવલી સહિત પૂર્વ ઉપનગરમાં ઘાટકોપર, કુર્લા, વિક્રોલી, પવઈ અને ભાંડુપ વગેરે વિસ્તારમાં પાણી પુરવઠામાં ૧૫ ટકા કાપ કરવામાં આવવાની છે.
આ અગાઉ બુધવાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યાથી ગુરુવાર, ચાર ડિસેમ્બર, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યા સુધી પાણીપુરવઠામાં ૨૫ ટકા કાપ પ્રસ્તાવિત હતો પણ બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે લાખો અનુયાયી મુંબઈમાં આવતા હોવાથી તેમને તકલીફ થાય નહીં તે માટે પાઈપલાઈનનું કામ આગળ ઢકેલીને ૧૫ ટકા પાણીકાપ રદ કરવામાં આવ્યો હતો. હવે સોમવાર આઠ તારીખે આ કામ હાથ ધરાશે પાલિકાએ નાગરિકોને પાણીનો સ્ટોક કરી રાખવાની અને સંભાળીને પાણીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
