ફ્લેટનો કબજો ધરાવતી મહિલાને માત્ર રિડેવલપમેન્ટની કાર્યવાહીને કારણે ઘરવિહોણી કરી શકાય નહીં.સિંગલ જજે આપેલા આદેશમાં કોર્ટે સુધારો કરીને નિર્દેશ આપ્યો હતો કે મહિલાને રિડેવલપ થયેલા ફ્લેટમાં ફરી કબજો આપવામાં આવે અને ટ્રાન્સિટ ભાડું આપવામાં આવે જ્યારે રજિસ્ટર્ડ માલિક રિડેવલપમેન્ટ કરાર કરશે અને કોર્પસ રકમ મેળવશે.
મુખ્ય ન્યા. આલોક આરાધે અને ન્યા. સંદીપ મારણેની બેન્ચ સમક્ષ બે કમર્શિયલ અપીલોની સુનાવણી ચાલી રહી હતી. સિંગલ જજે ડેવલપરને વચગાળાની આપેલી રાહતને પડકારી હતી. આ વિવાદ રિતેષ હલદરના ફ્લેટ સંબંધી છે. તેના ભાઈ રોહિતેશ અને તેની પત્ની લીના લગ્ન થયા ત્યારથી ઘરમાં રહે છેે. લીનાએ દાવો કર્યો હતો કે તેનું સાસરિયાનું ઘર છે અને બે બાળકો સાથે પોતે આ ફ્લેટમાં રહે છે.ડેવલપરે હાઈકોર્ટમાં અરજી કરીને રિડેવલપમેન્ટ માટે ફ્લેટનો કબજો માગ્યો હતો. કોર્ટ રિસીવર થકી રિડેવલપમેન્ટ કરારને લાગુ કરવાની પરવાનગી સિંગલ જજે આપી હતી અને લીનાને રિડેવલપ થયેલા ફ્લેટનો કબજો આપવા અને ટ્રાન્સિટ ભાડુ આપવામાં આવશે એમ જણાવ્યું હતું.

કોર્ટ રિસિવરને રિડેવલપમેન્ટ કરાર લાગુ કરવાનો નિર્દેશ આપતા આદેશનો અમુક હિસ્સો સુધારતી વખતે કોર્ટે જણાવ્યું હતું કે કોઈ દાવો પ્રલંબિત નહોય તો કોર્ટ રિસિવર સાથે પીએએએ (પરમાનન્ટ ઓલ્ટરનેટ એકોમોડેશન એગ્રીમેન્ટ)ની આવશ્યકતા નથી… પીએએએ સોસાયટીમાં જેનું નામ હોય તેના નામે થવો જરૂરી છે. આ અનુસાર રિતેશના નામે પીએએએ થવો જોઈએ અને કોર્પસ પણ તેને જવું જોઈએ.
જોકે લીનાના કબજો મેળવવાના અધિકારને કાયમ રાખીને કોર્ટે જણાવ્યું હતું કે લીનાનો કબજો હોવાનું રિતેશે કબૂલ્યું છે જે ફ્લેટનો એક માત્ર માલિક છે. સામાન્ય સંજગોમાં રિતેશે લીનાને ઘર ખાલી કરવાવા રિતેશે યોગ્ય અધિકારક્ષેત્રવાળી કોર્ટ પાસેથી આદેશ મેળવવો પડશે. રિડેવલપમેન્ટ પ્રક્રિયાનો ઉપયોગ કરીને લીનાને ખાલી કરાવી શકે નહીં. જૂનું ઘર ડેવલપરને આપવાનું હોવાથી તેને કબજામાંથી બાકાત કરી શકાય નહીં.

લીના ફ્લેટનો કબજો ડેવલપરને સોંપવાની હોવાથી લીનાને જ વૈકલ્પિક જગ્યાનો કબજો મળવો જોઈએ. ટ્રાન્સિટ ભાડું પણ લીનાને જવું જોઈએ કેમ કે તે ઘર વિહોણી થશે અને રિડેવલપમેન્ટની પ્રક્રિયા દરમ્યાન અન્ય ઘરમાં વચગાળાની વ્યવસ્થા તેણે કરવાની છે. આમ અપીલને આંશિક માન્ય કરાઈ હતી.
For more details… Contact 9322529232 / 9324483455
