મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના શિવરી-વરલી એલિવેટેડ રોડ નજીક 125 વર્ષ જૂનો પ્રભાદેવી ફ્લાયઓવર તોડી પાડીને એના ઠેકાણે નવો ડબલડેકર ફ્લાયઓવર બાંધવામાં આવશે. એપ્રિલના બીજા અઠવાડિયાથી આ ફ્લાયઓવર વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે. એ પછી પુલને તોડી પાડવાનું કામ શરૂ થશે.
તોડકામ માટે 10 એપ્રિલ પહેલાં મુંબઈ પરિવહન પોલીસ અંતિમ પરવાનગી આપશે. દરમિયાન આ રોડ આગામી એક વર્ષ માટે બંધ રહેશે. દક્ષિણ મુંબઈથી અટલ સેતુ ઝડપથી પહોંચી શકાય એ માટે એમએમઆરડીએ તરફથી 4.5 કિલોમીટર અને 17 મીટર પહોળો શિવરી-વરલી એલિવેટેડ રોડ બાંધવામાં આવી રહ્યો છે. આ એલિવેટેડ રોડ પ્રભાદેવી અને પરેલ રેલવે સ્ટેશનને જોડતા પ્રભાદેવી ફ્લાયઓવરથી જશે.

પ્રભાદેવી ફ્લાયઓવર જૂનો થયો હોવાથી એના ઠેકાણે નવો પુલ બાંધવો જરૂરી છે. એમએમઆરડીએ જૂનો પુલ તોડીને ત્યાં નવો ડબલડેકર પુલ બાંધીને એલિવેટેડ રોડ આગળ લઈ જશે. એ અનુસાર પુલ બંધ કરીને પુલને તોડી પાડવાનું કામ કરવા પરિવહન પોલીસ પાસે ના હરકત પ્રમાણપત્ર માટે પ્રસ્તાવ મોકલ્યો. ફેબ્રુઆરીના અંતમાં પુલ બંધ કરીને તોડવાનું નિયોજન કર્યું. જો કે દસમા, બારમા ધોરણની પરીક્ષાઓને ધ્યાનમાં લેતા પુલ બંધ કરવા વિરોધ કરવામાં આવ્યા. તેથી આ કામ ઠેલાઈ ગયું. હવે એપ્રિલના બીજા અઠવાડિયાથી પુલ બંધ થાય એવી શક્યતા છે.
પરિવહન પોલીસ 10 એપ્રિલ પહેલાં ના હરકત પ્રમાણપત્ર આપશે એવી શક્યતા છે. એ જોતા એમએમઆરડીએએ પહેલાં જ તોડવાના અને નવા ડબલડેકર ફ્લાયઓવરના કામની શરૂઆત કરવાની તૈયારી કરી છે. જૂનો પ્રભાદેવી પુલ બંધ થતા વાહનવ્યવહાર માટે દક્ષિણ દિશામાં કરી રોડ પુલ અને ઉત્તર તરફ તિલક પુલનો વિકલ્પ હશે. રાહદારીઓ માટે પણ વિકલ્પ આપવામાં આવ્યા છે. પરેલ સ્ટેશન નજીક અત્યારના રેલવે રાહદારી પુલની ઉત્તર બાજુ નોન ટિકિટ ઝોન તરીકે વાપરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
