મુંબઈ મહાનગરના સૌથી શ્રીમંત મંડળ ગણાતા કિંગ્સસર્કલના જી.એસ.બી. ગણેશ મંડળે આ વખતે ૪૭૪.૪૬ કરોડ રૃપિયાનો વિક્રમી વીમો ઉતરાવ્યો છે. ગયા વર્ષે જી.એસ.બી. (ગૌડ સારસ્વત બ્રાહ્મણ) ગણેશ મંડળે ૪૦૦ કરોડનો વીમો ઉતરાવ્યો હતો.

સોના- ચાંદીની કિંમતમાં થયેલા વધારા, વધુ સંખ્યામાં પૂજારીઓ અને સ્વયંસેવકોની નિયુક્તીને કારણે વીમાની રકમમાં વૃધ્ધિ થઈ છે. આ વીમાનું પ્રિમિયમ કેટલું ભર્યું છે તેનો ખુલાસો મંડળ તરફથી નથી કરવામાં આવ્યો. આ વીમા પોલીસીમાં ગણપતી દાદાને પહેરાવવામાં આવતા સોના- ચાંદીના આભૂષણો, વ્યક્તિગત દુર્ઘટના કવર, આગ અથવા અકસ્માત અથવા ભૂકંપ જેવી કુદરતી આફતને આવરી લેવામાં આવી છે. ૪૭૪.૪૬ કરોડનો ઓલ રિસ્ક ઈન્સ્યોરન્સ પોલીસીમાં ૩૭૫ કરોડનો સૌથી મોટો હિસ્સો વ્યક્તિગત વીમાને માટે છે જેમાં સ્વયંસેવકો, પૂજારીઓ, રસોઈયાઓ અને સુરક્ષા ગાર્ડને સામેલ કરવામાં આવ્યા છે. આગ- ભૂકંપ માટે બેકરોડનું કવર છે. ૩૦ કરોડની રકમનું કવર પંડાલ, સ્ટેડિયમ અને ભક્તો માટેનું છે. વિશેષ ખતરાનું ૪૩ લાખનું કવર છે. જીએસબી સેવા મંડળના અધ્યક્ષ અમિત પાઈએ જણાવ્યું હતું કે સોના- ચાંદીની કિંમતમાં વધારાને લીધે વીમાની રકમમાં વૃધ્ધિ થઈ છે.
જીએસબી સેવા મંડળના પંડાલમાં ગણેશજીની પ્રતિમાને ૬૬ કિલોગ્રામ સોના અને ૩૩૬ કિલોગ્રામ ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવી છે. ૨૭મીથી ૩૧મી ઓગસ્ટ સુધી પાંચ દિવસ ગણેશોત્સવની ઉજવણી થશે. આ વખતે ભીડના નિયમનની જવાબદારી માટે ખાસ એજન્સીને નિયુક્ત કરવામાં આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
