મોનો રેલ સાત રસ્તાથી ચેંબુર સુધી ફરીથી પાટા પર દોડતી થશે. આ રૂટ શરૂ કરવા જરૂરી ઈંડિપેન્ડન્ટ સેફ્ટી એસેસમેંટ (આઈએસએ) સુરક્ષા પરીક્ષણ શરૂ કરવામાં આવી છે એવી માહિતી એમએમઆરડીએના અધિકારીએ આપી હતી.
મોનોરેલ પર ખરાબ થવાનું ગ્રહણ લાગવાથી અને રૂટ પર નવી યંત્રણા લગાડવા 20 સપ્ટેમ્બર 2025થી મોનોરેલ સેવા અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી હતી. એ પછી જૂની યંત્રણા કાઢીને નવી લગાડવાનું કામ લગભગ પૂરું થયું છે. તેમ જ મોનોરેલના કાફલામાં નવી ટ્રેન દાખલ થઈ છે. તેમનું પરીક્ષણ પણ પૂરું થયું છે.
મોનોરેલ ફરીથી શરૂ કરવા એમએમઆરડીએએ ગયા અઠવાડિયે આઈએસએ સુરક્ષા તપાસ શરૂ કરી છે. આ તપાસ હજી થોડા દિવસ ચાલુ રહેશે. સુરક્ષાની ખાતરી થયા પછી જ પ્રવાસીઓ માટે સેવા શરૂ કરવા પ્રમાણપત્ર મળશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

મોનોરેલના સંચાલન અને દેખભાળ માટે કોન્ટ્રેક્ટર નિમવામાં આવશે. એના માટે એક કંપનીએ લઘુતમ 296 કરોડ રૂપિયાનું ટેંડર ભર્યું છે. આ કંપનીને મોનોરેલ ચલાવવાનો કોન્ટ્રેક્ટ મળશે. કોન્ટ્રેક્ટરે પૂરા પાંચ વર્ષ મોનોરેલ ચલાવવાની રહેશે. એમાં મોનોનું પરિચાલન, સ્ટેશન વ્યવસ્થાપન, ડેપો મેઈનટેનન્સ, ટ્રેનનું મેઈનટેનન્સ અને રિપેરીંગ વગેરે કામનો સમાવેશ છે.
મોનોરેલની સીએમઆરએસ તપાસ કરવામાં આવશે. એના માટે નિવૃત્ત સીએમઆરએસની ઈંડિપેડન્ટ એન્જિનિયર તરીકે નિમણુક કરવામાં આવશે. એના માટે પરવાનગીનો પ્રસ્તાવ ગયા મહિને રાજ્ય સરકારને મોકલ્યો છે. એને હજી માન્યતા મળી નથી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
