
મ્હાડાએ વન મહોત્સવ સપ્તાહ નિમિત્તે રાજ્યના તમામ વિભાગીય મંડળના માધ્યમથી 2 લાખ વૃક્ષના વાવેતરનો સંકલ્પ લીધો છે. એમાંથી 50 હજાર વૃક્ષનું વાવેતર મુંબઈમાં મ્હાડાના મુંબઈ મંડળના માધ્યમથી કરવામાં આવશે. એ અનુસાર મુંબઈ, પુણે અને કોકણ મંડળ તરફથી વૃક્ષોના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના અતિઅલ્પ, અલ્પ જૂથને પરવડનારા દરમાં ઘર ઉપલબ્ધ કરી આપવાનો મુખ્ય ઉદ્દેશ મ્હાડાનો છે. એ અનુસાર રાજ્યમાં મ્હાડા તરફથી પરવડનારા ઘરની નિર્મિતી કરીને લોટરી દ્વારા એનું વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધી લાખો કુટુંબોનું હકના ઘરનું સ્વપ્ન મ્હાડાએ પૂરું કર્યું છે. એ સાથે જ સામાજિક જવાબદારી તરીકે મ્હાડા તરફથી વિવિધ ઉપક્રમ અમલમાં મૂકવામાં આવે છે. સામાજિક જવાબદારી તરીકે કેન્સર દર્દી, તેના સગાસંબંધીઓ માટે પરેલમાં થોડા ઘર મ્હાડાએ આપ્યા છે. હવે નોકરિયાત મહિલાઓ, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બાંધવામાં આવી રહી છે. વૃદ્ધાશ્રમ બાંધવાનું પણ મ્હાડાનું નિયોજન છે. હવે પર્યાવરણ સંવર્ધનની જવાબદારી તરીકે મ્હાડાએ રાજ્યમાં 2 લાખ વૃક્ષના વાવેતરનો નિર્ણય લીધો છે.

વન મહોત્સવ સપ્તાહ નિમિત્તે મ્હાડાએ 2 લાખ વૃક્ષના વાવેતરનો નિર્ણય લીધા પછી 1 જુલાઈથી વાવેતરની શરૂઆત કરવામાં આવી છે. વૃક્ષારોપણ ઝુંબેશના પ્રથમ તબક્કામાં મુંબઈ મહાનગર પ્રદેશમાં 50 હજાર વૃક્ષનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. મુંબઈ મંડળ 50 હજાર તો કોકણ મંડળ 25 હજાર વૃક્ષનું વાવેતર કરશે. આ બંને મંડળના વિવિધ હાઉસિંગ પ્રોજેક્ટના પ્રાંગણમાં આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. પુણે, નાશિક, છત્રપતિ સંભાજીનગર, નાગપુર અને અમરાવતી વિભાગીય મંડળ માટે દરેકમાં 25 હજાર વૃક્ષોના વાવેતરનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
વૃક્ષોના વાવેતરની શરૂઆત થઈ છે. નાશિક મંડળે 15 હજાર વૃક્ષના વાવેતર કર્યા છે. પુણે મંડળે સોલાપુર રે નગર હાઉસિંગ પ્રોજેક્ટમાં 9500 વૃક્ષનું વાવેતર કર્યું છે. અન્ય મંડળો તરફથી પણ વૃક્ષોના વાવેતર કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં 2 લાખનું લક્ષ્ય પૂરું કરવામાં આવશે. મ્હાડા ઉપાધ્યા સંજીવ જયસ્વાલના નિર્દેશ અનુસાર 2 લાખ વૃક્ષોના વાવેતરનો ઉદ્દેશ તમામ મંડળને આપવામાં આવ્યો છે. વધતુ પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાન વધારાને ધ્યાનમાં લેતા આ ઝુંબેશ ઘણી મહત્વની છે. ભાવિ પેઢી માટે નિરોગી અને સમૃદ્ધ પર્યાવરણની દષ્ટિએ અમે આ પગલું ભર્યું છે એમ જયસ્વાલે સ્પષ્ટ કર્યું હતું. વૃક્ષોના વાવેતર પછી એની દેખભાળ પર પણ મ્હાડા તરફથી ધ્યાન આપવામાં આવશે.

For more details… Contact 9322529232 / 9324483455
