મુલુન્ડ (વેસ્ટ)માં સરોજિની નાયડુ રોડ પર આવેલી રેશન ઓફિસની બહાર વચેટિયાઓ વહિવટ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો વિડીયો પ્રકાશમાં આવ્યા બાદ પ્રશાસન સામ અનેક સવાલ ઊભા થયા છે. રેશન ઓફિસની બહાર વચેટિયાઓ રેશન કાર્ડમાં નામ કઢાવવા ઉપરાંત નવું રેશન કાર્ડ તૈયાર કરવા માટે ૫૦૦૦ રૂપિયા માગતા હોવાનો વિડીયો વાઈરલ થયો હતો એટલુંજ નહીં, વિડીયોમાં પૈસા માગનાર મહિલાએ દાવો કર્યો હતો કે અંદરના દરેક અધિકારીઓના ટેબલ પર પૈસા પહોંચાડવા પડે છે અને એ ન આપીએ તો કામમાં વિલંબ થાય છે. જોકે, આ વિડીયો સામે આવતાં મુલુન્ડના રેશનિંગ ઓફિસરે પોલીસ વિભાગને પત્ર લખીને આવા વચેટિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

વર્ષોથી એવી માન્યતા રહી છે કે મંદિરમાં ગયા બાદ ભગવાનને પ્રસાદ ચડાવવો પડે અને તોજ ભગવાન રાજી થાય છે એવી જ રીતે સરકારી કચેરીમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી એમ જણાવતાં એક એક્ટિવિસ્ટે કહ્યું હતું કે સોશ્યલ મીડિયા પર વાઈરલ થયેલા વિડીયોમાં ક્લિયર દેખાય છે કે કઈ રીતે વચેટિયાઓ રેશન કાર્ડના કામ માટે આવતા લોકોને શિકાર બનાવતા હોય છે. મોટા ભાગના ગરીબ વર્ગના અને ઓછું ભણેલા લોકો પાસેથી નાના સરખા કામ માટે પણ આ વચેટિયાઓ હજારો રૂપિયા પડાવી લેતા હોય છે. આ સંદર્ભે પહેલાં પણ અનેક ફરિયાદો કરવામાં આવી હતી, પણ એના પર કોઈ એક્શન લેવાઈ નહોતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
