મુલુંડમાં તાંબેનગરમાં રહેતાં રવી અશોક જૈન નામના યુવકએ રીઢા ગુનેગારોનો સામનો કરી પોલીસમાં ફરિયાદ કરીને આ આરોપીઓને પોલીસને હવાલે કર્યા છે. મુલુંડ પોલીસ સ્ટેશનના વ.પો.નિ. અજય જોશીએ આપેલી માહિતી અનુસાર ગુરૂવાર, તા.૨૬ માર્ચના બપોરના એકના સુમારે ૩ શખ્સો આરએચબી રોડ સ્થિત મની’સ કેફે પાસે આવીને ચાકુનો ભય દેખાડીને લોકોને ભયભીત કરી દીધા હતા.

આ તમામ ઘટનાના સાક્ષી રવિ જૈનએ જોતાં તુરંત આ શખ્સોનો પીછો કરવા ઉપરાંત પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. પોલીસએ ૪૧૯/૨૬ ગુન્હો રજીસ્ટર કરીને કલમ ૩૦૯ (૪), ૩૫૧ (૩), ૩ (૫) તેમજ ભારતીય ન્યાય સંહિતા કલમ ૪, ૨૫ તેમજ ગેરકાયદે શસ્ત્ર રાખવા બદલ ૩૭ (૧), ૧૩૫ મહારાષ્ટ્ર પોલીસ કાયદા હેઠળ આરોપી વિશાલ ધોત્રે (૨૬) અને મહેન્દ્ર મોરે (૩૮)ની અટક કરી છે જ્યારે નિરંક નામનો આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસએ આ સંબંધી હિંમત દાખવીને ખૂંખાર ૨ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા બદલ રવિ જૈનની હિંમતને બિરદાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
